October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડામાં માજી તા.પં. સભ્‍યની યુવતીની લાજ બચાવવા વચ્‍ચે પડતા ગુપ્તાંગમાં લાતો મારી હત્‍યા કરાઈ

આરોપી 55 વર્ષિય નવસુ જમસુભાઈ વઢારીની પોલીસે ધરપકડ કરી : બજારો બંધ રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: કપરાડાના ડુંગરી ફળીયામાં યુવતીની લાજ બજાવવા જતા વચ્‍ચે પડેલા ઈસમની ગુપ્તાંગમાં લાતો મારી હત્‍યા કરી દેવાતા સમગ્ર વિસ્‍તારમાં ફીટકાર સાથે ચકચાર મચી જવા પામી હતી.
ઘૃણાસ્‍પદ હત્‍યાની પ્રાપ્ત વિગતો મુજબ કપરાડા ડુંગરી ફળીયામાં રહેતો 55 વર્ષિય નવસુ જમસુભાઈ વઢારીની દાનત બગડતા બુધવારે રાત્રે ગામમાં કાચા મકાનમાં રહેતી માનસિક અસ્‍થિર નિરૂ નામની મહિલા સાથે દુષ્‍કર્મ કરવા ઘરમાં ઘૂસી ગયો હતો. ગવટખા ગામની નિરૂબેન એક મહિનાથી 65 વર્ષિય સુંદરીબેન રામજીભાઈ વાજવડીયાને ઘરે રહેતી હતી. બુધવારે રાત્રે નિરૂ અને સુંદરીબેન ઘરમાં એકલા હતા ત્‍યારે નવસુ કુકર્મ કરવાના ઈરાદે ઘરમાંઘૂસી ગયો હતો અને નિરૂનો ઊંઘમાં હાથ પકડી મોઢુ દબાવીને બેઠેલો જોઈ સુંદરીબેને બુમાબુમ કરી હતી તેથી રામદાસ રામજી વાજડીયા (ઉ.વ.42) પાસેના ઘરમાં દોડી આવેલો અને નિરૂને બચાવવા વચ્‍ચે પડેલો ત્‍યારે નવસુએ રામદાસને નીચે પાડીને ગુપ્તાંગમાં પાટા મારતા બેભાન થઈ ગયો હતો. તા.પં.નો પૂર્વ સભ્‍ય રામદાસને સારવાર માટે હોસ્‍પિટલ ખસેડાયો હતો. પરંતુ તબીબોએ મૃત જાહેર કર્યો હતો. પોલીસે આરોપી નવસુની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો.

Related posts

દૂધની ગ્રામ પંચાયતની ‘સબ કી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત મળેલી ગ્રામ સભા : વિવિધ વિકાસના કામો ઉપર મંજૂરીની મહોર

vartmanpravah

દમણની સરકારી કોલેજમાં અમૃત પર્વ-2023-24 કાર્યક્રમ અંતર્ગત વાર્ષિક સાંસ્‍કૃતિક અને ખેલ મહોત્‍સવનો શાનદાર પ્રારંભ

vartmanpravah

દમણઃ આટિયાવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત જનજાગૃતિ ફેલાવવા શરૂ કરેલી કામગીરી

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.28.59 કરોડના ખર્ચે બનેલા ડુંગરી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ

vartmanpravah

સેલવાસ મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરાયું

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીક્‍ટ કોર્ટ ખાતે યોજાયેલી લોક અદાલતમાં 79 કેસોનો કરાયેલો નિકાલઃ 1,38,76,915.7 રૂપિયાનીકરાયેલી રિક્‍વરી

vartmanpravah

Leave a Comment