December 6, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

મગરવાડા ગ્રા.પં.માં જીએસટી શિબિર યોજાઈ

મગરવાડા પંચાયતના સરપંચ લખીબેન પેમાભાઈ, ઉપસરપંચ અરૂણા મગનલાલ, પંચાયત સભ્‍યો, જીએસટી વિભાગના અધિકારીઓ, દુકાનદારોની જોવા મળેલી ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.26
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને સક્ષમ માર્ગદર્શનમાં પ્રશાસનના જીએસટી વિભાગ દ્વારા દમણના મગરવાડા પંચાયતમાં જીએસટી રજીસ્‍ટ્રેશન અને જાગરૂકતા કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મગરવાડા પંચાયતના સરપંચ લખીબેન પેમાભાઈ, ઉપસરપંચ અરૂણા મગનલાલ, પંચાયત સભ્‍યો, જીએસટી વિભાગના અધિકારીઓ, દુકાનદારો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ કેમ્‍પમાં જીએસટી વિભાગના અધિકારીઓએ ગ્રામ્‍ય અને વેપારીઓને જીએસટીના ફાયદા અને તેની સરળ પ્રક્રિયાની વિસ્‍તારથી જાણકારી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દમણની તમામ પંચાયતોમાં 30 એપ્રિલ, ર0રર સુધી આપ્રકારના રજીસ્‍ટ્રેશન કેમ્‍પોનું આયોજન કરવામાં આવશે. આ કેમ્‍પમાં ગ્રામ પંચાયતના લોકોને સહજતાથી જીએસટી રજીસ્‍ટ્રેશન અને તેને સંબંધિત ફાયદાઓ અંગે વિસ્‍તારથી માહિતી આપવામાં આવી હતી.
અત્રે યાદ રહે કે, જીએસટી વિભાગ, દમણ દ્વારા 25થી 30 એપ્રિલ સુધી જીએસટી રજીસ્‍ટ્રેશન સપ્તાહનું ઉજવણી કરવામાં આવી રહી છે. જે દરમિયાન વેપારીઓ અને ઉદ્યમીઓ તથા ડીલરોને જીએસટીના ફાયદા તથા તેની સરળ પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી આપવામાં આવશે. સાથે સાથે જીએસટી રજીસ્‍ટ્રેશન માટેની જરૂરી સહાયતા પણ પ્રદાન કરવામાં આવશે.
આ કેમ્‍પમાં જીએસટી અને વેટ વિભાગના અધિકારી, ઉદ્યોગ જગતના વેપારી, ઉદ્યમી, ગ્રામીણ અને સ્‍થાનિક જનપ્રતિનિધિ વિભાગના અન્‍ય જીએસટી અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહઃ સેલવાસમાં 1 ઇંચથી વધુ અને ખાનવેલમાં 21 મિલી વરસાદ વરસ્‍યો

vartmanpravah

વાપી હાઈવે ઉપર જલદ કેમિકલ ભરેલા ટેન્‍કરથી છાંટા ઉડતા વેલ્‍સપન કંપનીની બસમાં બેઠેલા કામદારો દાઝ્‍યા

vartmanpravah

વાપી કેબીએસ કોલેજ વકૃત્વ સ્પર્ધામાં ઝળકી

vartmanpravah

સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલે ક્રિમિનલ બદનક્ષીના એક કેસમાં દમણ કોર્ટમાં આપી હાજરી

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વિકાસથી પ્રભાવિત બનેલા કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલનો ઉદ્‌ગાર : ‘‘મારી કલ્‍પનાની બહારનો વિકાસ”, દિલ માંગે મોર: મુંબઈના મરીન ડ્રાઈવ રોડ કરતા પણ બેનમૂન બીચ રોડ : કેન્‍દ્રીય મંત્રીનું પ્રમાણપત્ર

vartmanpravah

દાદરામાં ખુલ્લેઆમ ગેરકાયદેસર ધમધમી રહ્યા છે ઢાબા-દારૂના અડ્ડા

vartmanpravah

Leave a Comment