October 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નરોલીમાં નવનિર્મિત બીલ્‍ડીંગ પર કામદારનું પડી જતા મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.01
દાદરા નગર હવેલીના નરોલી ગામે સરકારી શાળાના નવા મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે જેમાં કોન્‍ટ્રાકટરના મજુર કામ કરતા અને ત્‍યા જ બીલ્‍ડીંગમાં ઉપર રહેતા હતા જેમાંથી એક યુવાન કોઈક કારણસર રાત્રીના સમયે ઉપરથી નીચે પટકાતા એનું ઘટના સ્‍થળ પર જ મોત થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર નરોલી ગામે મોરી ફળિયામાં પ્રશાસન દ્વારા જૂની શાળાનું મકાન તોડી એની જગ્‍યાએ નવા મકાનનું કામ યોગેશ કન્‍સ્‍ટ્રક્‍શન એજન્‍સીને સોપવામાં આવેલ છે. હાલમાં અમ્રતભાઈ કોન્‍ટ્રાક્‍ટરના અંડરમાં મજૂરો કામ કરી રહ્યા છે અને ત્‍યાં જ બીલ્‍ડીંગમાં રહે છે. જેમાંથી એક મજુર સાવલસીંગ (ઉ.વ.40) હાલ રહેવાસી નરોલી મુળ રહેવાસી રાજસ્‍થાન જે રાત્રે જમ્‍યા બાદ બીલ્‍ડીંગમાં ઉપર જતો રહ્યો હતો અને તે નશાની હાલતમાં હોય એની સાથે રહેતા બીજા મજૂરો જ્‍યારે જમીને સૂવાની તૈયારી કરી રહ્યા હતા ત્‍યારે સાવલસીંગ નહીં દેખાતા આજુબાજુ શોધખોળ કરી હતી, પરંતુ મળી આવેલ નહિ. બાદમાં બીલ્‍ડીંગની ઉપરથી નીચે પટકાયો હતો જેના કારણે ગંભીર ઇજા થઈ હતી તેને નીચે જોતા સાથે રહેતા એમના સાથીઓએ તાત્‍કાલિક કોન્‍ટ્રાક્‍ટરને ફોનકર્યો હતો, સામે જ પોલીસ સ્‍ટેશન હોવાથી ત્‍યાં પોલીસને પણ જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી લાશનો કબ્‍જો લઈ પી.એમ. માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમા લઈ જવામાં આવી હતી. નરોલી પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

આઈપીએસ સ્વ. કેસરીસિંહ ભાટીના પુત્ર ન્યુયોર્કમાં પોલીસ ઓફિસર બની ગુજરાતનું નામ વિશ્વ ફલક પર રોશન કર્યું

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના બૂથ સશક્‍તિકરણ કાર્યક્રમનો આરંભઃ મંડળ સમિતિના સભ્‍યો સાથે યોજાયેલી બેઠક

vartmanpravah

પારડીના કીકરલા ગામે સીયાર ખાડીના ગરનાળામાંથી વૃદ્ધની લાશ મળી

vartmanpravah

શ્રીસ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખેલમહાકુંભમાં ઝળકી

vartmanpravah

પારડી કન્‍યાશાળાની વિદ્યાર્થીઓને માસિક ધર્મ વિશે ડોકટરો દ્વારા સમજણ આપી કરાયું પેડનું વિતરણ

vartmanpravah

તા.૨૫મીને રવિવારે આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા નાંધઇ ખાતે સામુહિક સર્વપિતૃ શ્રાધ્ધ

vartmanpravah

Leave a Comment