October 15, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને સંઘપ્રદેશ ભાજપે વિકાસલક્ષી ગણાવ્‍યું

નાના-મોટા ઉદ્યોગોને આ બજેટથી ફાયદો થશેઃ પ્રદેશ ભાજપ પ્રમુખ દિપેશ ટંડેલ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.01
નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે વર્ષ 2022-23નું બજેટ રજૂ કર્યું હતું. સામાન્‍ય જનતા માટે ઉપયોગી આ બજેટને કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા આવકારવામાં આવ્‍યું છે.
દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલે જણાવ્‍યું હતું કે, આ બજેટથી સંઘપ્રદેશમાં સ્‍થાપિત તમામ નાના મોટા ઉદ્યોગોને લાભ થશે. તેમણે જણાવ્‍યું હતું કે, બજેટમાં બે વર્ષથી ટેક્‍સ વધારવામાં આવ્‍યો નથી, જે મોટી રાહતની વાત છે. આ બજેટ આમ જનતાનું બજેટ છે. આ બજેટમાં મહિલાઓને લઈને ઘણી મહત્‍વની જાહેરાતો પણ કરવામાં આવી છે. શ્રી દીપેશભાઈ ટંડેલે જણાવ્‍યું હતું કે, જેમ્‍સ અને જ્‍વેલરીથી લઈને કપડાં અને ચામડાની વસ્‍તુઓ સસ્‍તી થઈ ગઈ છે. દેશની 60 કરોડથી વધુ મહિલાઓને પણનાણામંત્રી પાસેથી ઘણી આશાઓ હતી. આ બજેટમાં 25 વર્ષની બ્‍લ્‍યુ પ્રિન્‍ટ છે. આ બજેટનો લાભ મહિલાઓની સાથે દરેકને મળશે.
જાહેર કરેલ બજેટ મુજબ વિદ્યા સ્‍કીમની શરૂઆત, બાળકોના શિક્ષણ માટે ટીવી ચેનલ, વન ક્‍લાસ વન ટીવી ચેનલથી અભ્‍યાસ, 12માં સુધી પ્રાદેશિક ભાષામાં અભ્‍યાસ, 750 નવી ઈ-લેબનું નિર્માણ, 200નવી ટીવી ચેનલો આવશે, 2 લાખ આંગણવાડી કેન્‍દ્ર ચાલુ થશે, દરેક ઘરમાં નલ સે જલ માટે, 8, 7 કરોડ ઘરોમાં નળ માટે 60 હજાર કરોડ, ઉત્તર-પૂર્વના વિકાસ માટે પીએમ નામની 1500 કરોડની યોજનાઓ, કળષિ મંત્રાલયનો કાર્યક્ષેત્ર વિસ્‍તારવામાં આવશે, 11ર જિલ્લામાં 95 ટકા પ્રોજેક્‍ટસ પૂર્ણ, મેંટલ હેલ્‍થ કાઉન્‍સેલિંગ પ્રોગ્રામ, પ્‍લ્‍પ્‍ચ્‍ માટે નવી યોજનાઓ, 6 હજાર કરોડની મદદ, નાના ઉદ્યોગોને 2 લાખ કરોડની મદદ, કૌશલ્‍ય વિકાસ માટે ઇ પોર્ટલ, ડિજિટલ શાળાઓ બનાવવામાં આવશે, પોસ્‍ટ ઓફિસ બેંક સાથે જોડાશે, પીએમ આવાસ યોજનામાં 48 હજાર કરોડ, તમામ પોસ્‍ટ ઓફિસો ડિજિટલ બનશે, ડિજિટલ પેમેન્‍ટને પ્રોત્‍સાહન આપશે, 75 જિલ્લામાં ડિજિટલ બેન્‍કિંગ શરૂ થશે, આરબીઆઈ આ વર્ષથી ડિજિટલ ચલણ શરૂ કરશે, પરિવહન સરળ બનાવશે, નદીઓને એકબીજા સાથે જોડવામાં આવશે, શહેરોમાં બેટરી ચાર્જિંગ કેન્‍દ્રો વધારવામાંઆવશે, ઇલેક્‍ટ્રિક વાહનોને પ્રોત્‍સાહન આપવામાં આવશે, કેમિકલ મુક્‍ત ખેતીને પ્રોત્‍સાહન આપવામાં આવશે, પ્રમોશન, જમીનોની ડિજિટલ નોંધણી ઓપ્‍ટીકલ ફાઈબર યોજના, પીપીપી મોડેલથી રેલ્‍વેનો વિકાસ, હાઉસિંગ સેક્‍ટર માટે 48 હજાર કરોડ, સેઝની જગ્‍યાએ નવો કાયદો લાવવામાં આવશે, સંરક્ષણ ક્ષેત્રે અમીરોનું બજેટ 25 ટકા વધારશે, ઊર્જા બચતને પ્રોત્‍સાહન મળશે, 5 ટકા બાયોમાસ પાવરપ્‍લાન્‍ટમાં ઇંધણનો ઉપયોગ, 2023માં, સોવરિન ગ્રીન બોન્‍ડ્‍સ લોન્‍ચ કરીને નાણાં એકત્ર કરશે.
આ સિવાય ઈન્‍કમ ટેક્‍સમાં કોઈ ફેરફાર નથી, ભારતનો વિકાસ દર 9.27 ટકા રહેવાનો અંદાજ છે, ખેડૂતોની આવક વધારવા માટે પીપીપી મોડમાં યોજના શરૂ કરવામાં આવશે, આગામી 3 વર્ષમાં 400 વંદે માતરમ ટ્રેન દોડાવવામાં આવશે, ગંગા કિનારે 5 કિમીનો કોરિડોર બનશે, પીએમ આવાસ યોજના હેઠળ એક વર્ષમાં 80 લાખ ઘરો બનાવવામાં આવશે. સરકારનો ઓર્ગેનિક ખેતી પર ભાર, ખેડૂતોને મળશે ડિજિટલ સેવા, જમીન માટે વન પેન્‍શન, વન રજીસ્‍ટ્રેશનની જાહેરાત, આવતા નાણાંકીય વર્ષમાં જ પજી શરૂ થશે, ય્‍ગ્‍ત્‍ની ડિજિટલ કરન્‍સી બ્‍લોક ચેઇન ટેક્રોલોજી પર આધારિત હશે, કરદાતાઓ 2 વર્ષ સુધી માલિકી ધરાવશે અપડેટેડ આઇટી રિટર્ન ફાઇલ કરી શકશે, સહકારી મંડળીઓમાટે 18 ટકા ટેક્‍સ ઘટાડીને 15 ટકા, ક્રિપ્‍ટોકરન્‍સીની આવક પર 30 ટકા ટેક્‍સ જાહેર કરાયો, હીરા અને રત્‍નો પરની કસ્‍ટમ ડ્‍યૂટી ઘટાડીને 5 ટકા, સુરક્ષા ઉપકરણો 68 ટકા થશે, સ્‍વદેશી રીતે બનેલી, ઇમરજન્‍સી ક્રેડિટ લાઇન સ્‍કીમ આગામી વર્ષમાં શરૂ કરવામાં આવશે, નેશનલ ડિજિટલ હેલ્‍થ ઇકોસિસ્‍ટમ માટે ઓપન પ્‍લેટફોર્મ શરૂ કરવામાં આવશે, બિઝનેસ કરવામાં સરળતા માટે 1486 નિયમો નાબૂદ કરવામાં આવશે, ઈ-પાસપોર્ટ ઉપલબ્‍ધ થશે, 2022માં 1.5 લાખ પોસ્‍ટ ઓફિસોમાં કોર સિસ્‍ટમ 100 ટકા હશે, 2022-23 દરમિયાન નેશનલ હાઈવેની લંબાઈ 25 હજાર કિમી સુધી વધારવામાં આવશે, આત્‍મનિર્ભર ભારતમાંથી 16 લાખ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે, આમ અનેક જનઉપયોગિતા મુદ્દાઓનો આ બજેટમાં સમાવેશ કરવામાં આવ્‍યા છે.
દાનહ અને દમણ-દીવ ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલે જણાવ્‍યું હતું કે, આ બજેટમાં ભારત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ, ખેડૂતો, બેરોજગારથી લઈ સામાન્‍ય જનતા સહિતના ઉદ્યોગો માટે રાહત આપવાના પ્રયાસો કરવામાં આવ્‍યા છે, જે સરાહનીય છે.

Related posts

વલસાડ જિલ્લામાં ફરી કોરોના માથુ ઉંચકી રહ્યો છે: છીરી, અંભેટીના નવા બે કેસ સાથે 36 એક્‍ટિવ કેસ

vartmanpravah

પિપરિયા પર હુમલો, પ્રદેશમુક્‍ત કર્યો તેને સ્‍વદેશી લોકો અને કેન્‍દ્ર સરકારના હાથમાં સોંપીને રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવ્‍યો અને પહેરેલ કપડે જ સિલવાસામાંથી બહાર નીકળ્‍યા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાનહના સેલ્‍ટી સહિત દેશની પ0 એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનું   કરેલું શિલાન્‍યાસ

vartmanpravah

રોવર રેંજર સભ્ય અનુરાગ સિંહ અને મનિષ ઝાની ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ’ નિમિત્તે ‘ભારત સ્કાઉટ ગાઈડ’દ્વારા દાનહ પ્રદેશ મુખ્યાલય ડોકમર્ડી ખાતે સેમિનાર યોજાયો

vartmanpravah

પેટા ચૂંટણી દરમ્‍યાન લોન્‍ચ કરાયેલ ‘ડીડી મોબાઈલ એપ્‍લિકેશન’ માટે દાનહ પોલીસ વિભાગને મેડલથી સન્‍માનિત કરાયો

vartmanpravah

દાનહ રમત ગમત વિભાગ દ્વારા ઓપન લેવલ સિંગલ અને ડબલ કેરમ સ્‍પધાઈ યોજાઈ

vartmanpravah

Leave a Comment