Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં “પેડલ ફોર ધ પ્લેનેટ” ના સંદેશ સાથે WWF દ્વારા તા. ૨૫ માર્ચે સાયક્લોથોન યોજાશે

સાયક્લોથોન સર્કિટ હાઉસથી નીકળી તીથલ બીચ, સ્વામિનારાયણ મંદિર થઈ પરત ફરશે

આ દિવસે રાત્રિના ૮-૩૦ થી ૯-૩૦ સુધી બિનજરૂરી લાઈટ બંધ રાખવામાં આવશે

સાયકલ ચલાવવું એ માત્ર પરિવહનનું સાધન નથી, તે પરિવર્તનનું સાધન છેઃ ડો. ભૈરવી જોશી

(વર્તમાન પ્રવાહ ન્યુરઝ નેટવર્ક)
વલસાડ, તા.23: વિશ્વભરમાં વસતા લોકો પૃથ્વીનું મહત્વ સમજી શકે અને તેના રક્ષણ માટે આગળ આવે અને પર્યાવરણનું સંતુલન જળવાય રહે તે માટે વર્લ્ડ વાઈલ્ડ ફંડ ફોર નેચર (ડબલ્યુડબલ્યુએફ) દ્વારા દર વર્ષે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે અર્થ અવરની ઉજવણી કરવામાં આવે છે. જે નિમિત્તે તા. ૨૫ માર્ચે શનિવારના રોજ વલસાડમાં પણ સવારે ૬.૩૦ કલાકે પેડલ ફોર ધ પ્લેનેટના સંદેશ સાથે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે.
ડબલ્યુ ડબલ્યુ એફ ગુજરાતના સ્ટેટ હેડ મૌતિક દવેએ જણાવ્યું કે, અર્થ અવર 2023નો ઉદ્દેશ્ય લોકોમાં પૃથ્વી પ્રત્યે સંબંધ અને માલિકીની ભાવના કેળવવાનો તેમજ શહેરોને સામૂહિક અને ટકાઉ વિકાસ તરફ વળવા પ્રોત્સાહિત કરવાનો છે. પોલ્યુશનના કારણે પર્યાવરણને નુકશાન થઈ રહ્યું હોવાથી આપણી રોજબરોજની જીવનશૈલીમાં સાઇકલિંગને અપનાવવું જરૂરી છે. જેથી તા. ૨૫ માર્ચે HSBC (હોંગકોંગ એન્ડ શાંઘાઈ બેંકિગ કોર્પોરેશન), BYCS ઇન્ડિયા ફાઉન્ડેશન અને EPAM સાથેની ભાગીદારીમાં પ્લેનેટ માટે પેડલ (સાયકલોથોન) નું આયોજન કરવામાં આવ્યું છે. ૨૫ માર્ચે રાષ્ટ્રપતિ ભવનથી માંડીને તમામ સ્થળોએ દેશભરમાં રાત્રે ૮-૩૦ થી ૯-૩૦ એક કલાક સુધી બિનજરૂરી વીજળી બંધ કરાશે. પર્યાવરણની જાળવણી માટે વર્ષ ૨૦૦૭માં સિડનીથી કલાઈમેટ ચેન્જ માટે અર્થ અવર (પૃથ્વી માટે એક કલાક)ની સૌથી મોટી ઝુંબેશ વૈશ્વિક સ્તરે શરૂ થઈ હતી. જે ૧૯૦ થી વધુ દેશો અને પ્રદેશોમાં વ્યકિતઓ, સમુદાયો, વ્યવસાયો અને સંસ્થાઓને પર્યાવરણીય પગલા લેવા માટે પ્રેરિત કરે છે.
વલસાડ સહિત મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, ત્રિવેન્દ્રમ, કોચી, બેંગ્લોર, ગુવાહાટી, ભોપાલ, કોલકાતા અને ઉદયપુરમાં તા. ૨૫ માર્ચે સાયક્લોથોન યોજાશે. વલસાડમાં યોજાનારી સાયક્લોથોનમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર ભાગ લે તે માટે યુવાનો અને વૃદ્ધોને ભાગ લેવા અપીલ છે. આ સાયક્લોથોન વલસાડ હાલર ચાર રસ્તા સર્કિટ હાઉસથી શરૂ થઈ તિથલ બીચ, સ્વામિનારાયણ મંદિરથી પરત સર્કિટ હાઉસ પર પરત આવશે.
BYCS ઇન્ડિયા ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડૉ. ભૈરવી જોશીએ જણાવ્યું કે, આપણી પૃથ્વી ગંભીર આબોહવાનો સામનો કરી રહી છે. આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં શહેરોની હવામાં શ્વાસ લેવુ જીવન માટે ખતરો બની ગયો છે. રોજ આપણે ઘણા બધા વાહનોના ઉત્સર્જનના સંપર્કમાં આવીએ છીએ. શહેરોની આદતો અને જીવનશૈલીમાં બદલાવ લાવવો જરૂરી છે. સાયકલ ચલાવવાની આદતને લોકોએ અપનાવવી જોઈએ. સાયકલ ચલાવવું એ માત્ર પરિવહનનું સાધન નથી, તે પરિવર્તનનું સાધન છે. રોજિંદા જીવનમાં સાયકલિંગનો સમાવેશ કરવાથી શારીરિક, માનસિક અને પર્યાવરણીય સ્વાસ્થ્યના પડકારોનો સંભવિત ઉકેલ લાવી શકીએ છે. જેથી આ સાયકલોથોનમાં લોકોને જોડાવા માટે તેમણે આહવાન કર્યું છે.

Related posts

દમણની જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્‍થા દ્વારા નવનિયુક્‍ત બ્‍લોક રિસોર્સ કો-ઓર્ડિનેટર, ક્‍લસ્‍ટર કો-ઓર્ડિનેટર અને બ્‍લોક રિસોર્સ પર્સન માટે ઓરિએન્‍ટેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડી ભેસલાપાડામાં ખોટી નંબર પ્‍લેટ કારમાં લગાવીને કથિત ગૌમાંસ હેરાફેરી કરતો એક ઝડપાયો : બે ફરાર

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સલવાવ ખાતે પેરેન્‍ટ્‍સ ડે નિમિત્તે શુભેચ્‍છા કાર્ડ બનાવવાની સ્‍પર્ધાની યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૧૪.૮૪ ઇંચ સાથે મોસમનો ૮૪.૬૫ ઇંચ વરસાદ

vartmanpravah

વલસાડમાં ગૌણ સેવા પસંદગી પરીક્ષાના પેપર લીક મામલે ‘આમ આદમી પાર્ટી’એ કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

ડાંગ, ધરમપુર વિસ્‍તારમાં પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટનો ભભુકેલો વિરોધ

vartmanpravah

Leave a Comment