July 21, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી છીરીમાં ડમ્‍પરે બાઈકને ટક્કર મારી દેતા બાઈક સવાર પિતાનું મોત : પુત્ર ઉગરી ગયો

પિતા-પુત્ર કપરાડાના ઓઝરડાથી ખેતીનો સામાન લેવા વાપી આવ્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વાપી નજીક છીરી વલ્લભનગર પાસે પુર ઝડપે જતી ડમ્‍પર ટ્રકે બાઈકને ટક્કર મારી દેતા અકસ્‍માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર પિતા-પુત્ર નીચે પટકાઈ જતા પિતાનું ઘટના સ્‍થળે જ કરુણ મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી.
કપરાડાના ઓઝરડા ગામે રહેતા દિનેશ મહંતુ બાઈક નંબર જીજે 15 ઈએછ 7324 ઉપર સવાર થઈ બુધવારે સવારે વાપી આવ્‍યા હતા.ખેતીનો જરૂરી સામાન ખરીદી પિતા-પુત્ર પરત ઓઝરડા જવા નિકળ્‍યા હતા ત્‍યારે છીરી વલ્લભનગર પાસે પુરઝડપે આવી રહેલ ડમ્‍પર ટ્રક નં.જીજે 15 વાયવાય 9907 ના ચાલકે બાઈકને ટક્કર મારી અકસ્‍માત સર્જ્‍યો હતો. પિતા-પુત્ર બાઈક ઉપરથી પટકાયા હતા. જેમાં પિતાને ગંભીર ઈજાઓ પહોંચતા સ્‍થળ ઉપર જ મૃત્‍યુ પામ્‍યા હતા. અકસ્‍માત બાદ ડમ્‍પર ચાલક નજીકના છીરી પોલીસ ચોકીમાં હાજર થઈ ગયો હતો. પોલીસે અકસ્‍માત ગુનો નોંધી મૃતદેહને પી.એમ. માટે ખસેડયો હતો. ડમ્‍પર વાપીની જયભારત રોડ કન્‍સ્‍ટ્રકશન કંપનીનું હોવાનું જાણવા મળ્‍યું છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની ઔર એક સિદ્ધિઃ ટી.બી.ઉન્‍મૂલનની દિશામાં કરેલી મહત્‍વપૂર્ણ પ્રગતિ સર્વશ્રેષ્‍ઠ કાર્યો માટે તમામ કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં પ્રથમ

vartmanpravah

દાનહમાં મહારાષ્‍ટ્ર જન સેવા સંગઠન દ્વારા એમ્‍બ્‍યુલન્‍સ સેવા શરૂ કરાઈ

vartmanpravah

ઉમરગામ પાલિકાના પ્રમુખ સહિતના નવા હોદ્દેદારોની વરણી માટે સેન્‍સ પ્રક્રિયા બાદ ચાલુ થયેલી અટકળો

vartmanpravah

જીએનએલયુ-સેલવાસ કેમ્‍પસના આરંભ પાછળ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દૂરંદેશી અને અથાક પરિશ્રમઃ જીએનએલયુ ડાયરેક્‍ટર પ્રો. (ડૉ.) શાંથાકુમાર

vartmanpravah

વાપી ભડકમોરાથી દેશી તમંચા સાથે એસ.ઓ.જી.એ એકને ઝડપી પાડયો

vartmanpravah

બોરીગામ ખાતે પશુઓના કોઢારમાં આગ લાગતા એક ભેંસ સહિત 11 ગાયના મોત

vartmanpravah

Leave a Comment