નવા પ્રમુખ તરીકે યોગેશ કાબરીયાના નામની ચર્ચા : વી.આઈ.એ.એ નામો મોકલાવ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: વાપી નોટિફાઈડ બોર્ડની વર્તમાન બોડીની મુદત પુરી થવાની હોવાથી નવા બોર્ડની રચના અંગે ચક્રો ગતિમાન થઈ ચૂક્યા છે. વાપી વીઆઈએ દ્વારા સુચિત નામો ગાંધીનગર વડી કચેરીમાં મોકલી અપાયા હતા તેને સોમવારે મંજુરીની મહોર લાગી ગઈ છે. આગામી સમયે મળનારી બેઠકમાં નવા ચેરમેન અને રહેણાંક સહિતના બોર્ડ સભ્યોની જાહેરાત કરવામાં આવશે.
વર્તમાન નોટિફાઈડ બોર્ડના ચેરમેન હેમંત પટેલ અને બોડીની મુદત પુરી થતી હોવાથી જીઆઈડીસી દ્વારા નવા નામો ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન પાસે મંગાવાયા હતા. વી.આઈ.એ. તરફથી બે ઉદ્યોગકાર યોગેશ કાબરીયા અને મગન સાવલીયાના નામોની દરખાસ્ત કરાઈ હતી. તેમજ મોટા ઉદ્યોગમાંથી દિનેશચંદ્ર પાટીલનું નામ મોકલાયું હતું. સોમવારે સરકારના ખાણ-ઉદ્યોગ વિભાગે આ નામોની મંજુરી આપી હતી. હવે નવા નોટિફાઈડ બોર્ડની રચના આગામી મિટિંગમાં હાથ ધરાશે. નવિન બોર્ડમાં વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલ, સેક્રેટરી કલ્પેશ વોરા હોદ્દાની રુએ બોર્ડ સભ્ય હશે તેમજ યોગેશ કાબરીયા અને મગન સાવલીયાના નામોરજૂ થઈ ચૂક્યા છે. સરકાર તરફથી વિડિઝન મેનેજર, સુપ્રિટેન્ડ એન્જિનિયર, ચીફ ઓફિસરનો પણ બોર્ડમાં સમાવેશ થશે. હવે ચર્ચાએ જોર પકડયું છે કે રહેણાંક વિસ્તારના પ્રતિનિધિ તરીકે અત્યાર સુધી તો ચેતન્ય ભટ્ટ રહેણાંક વિસ્તારના પ્રતિનિધિ છે. જો કે આ ચર્ચાઓનો અંત પ્રથમ બેઠકમાં આવી જશે. પ્રમુખ તરીકે યોગેશ કાબરીયાનું નામ લગભગ નિヘતિ છે.