October 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહની ઈમરજન્‍સી રિસ્‍પોન્‍સ ટીમને ચોમાસામાં નીચાણવાળા વિસ્‍તારની મુલાકાત લઈ અગમચેતીના પગલાં માટે આયોજન કરવા ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખની તાકિદ

દાનહ ડિઝાસ્‍ટર વિભાગ દ્વારા મોન્‍સૂન-2022 માટે પાલિકા અને પંચાયતની ઈમરજન્‍સીટીમના લીડર અને સભ્‍યોની સેલવાસ સચિવાલય ખાતે યોજાયેલી તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29
દાનહ ડિઝાસ્‍ટર વિભાગ દ્વારા મોન્‍સૂન-2022 માટે નગરપાલિકા અને પંચાયત વિસ્‍તાર માટે ગઠિત ઈમરજન્‍સી રિસ્‍પોન્‍સ ટીમના લીડર અને સભ્‍યો માટે તાલીમનું આયોજન સેલવાસ સચિવાલયના સભાખંડમાં કરવામાં આવ્‍યું હતું. જેનું આયોજન આરડીસી સુશ્રી ચાર્મી પારેખના નેતૃત્‍વમાં કરાયું હતું.
આ પ્રસંગે આરડીસી સુશ્રી ચાર્મી પારેખે ઈમરજન્‍સી રિસ્‍પોન્‍સ ટીમોના લીડર અને સભ્‍યોને મોન્‍સૂન દરમિયાન ચોક્કસ દેખરેખ રાખવા નિર્દેશ આપ્‍યો હતો. તેમણે દરેક નીચાણવાળા વિસ્‍તારની મુલાકાત લઈ અગમચેતીના પગલાં માટે આયોજન કરવા પણ તાકિદ કરી હતી. તેમણે દરેક અધિકારીઓને નજીકના નિયંત્રણ કક્ષ સાથે સમન્‍વયમાં રહેવા અને દરેક વિકટ પરિસ્‍થિતિને તાત્‍કાલિક દૂર કરવા માટે અનુરોધ કર્યો હતો.
ચોમાસા દરમિયાન કોઈપણ કટોકટીની સ્‍થિતિ જેવી કે પૂર, ચક્રવાત, જલભરાવ કે અન્‍ય કુદરતી હોનારતના સમયે વિવિધ એસ.ઓ.પી., નકશા, સંચારપ્રણાલી અને નિયંત્રણ કક્ષ કલેક્‍ટર કચેરીમાં કાર્ય માટે આ ટીમોને તૈયાર કરવામાં આવી છે. જેનાથી મોન્‍સૂન દરમિયાન થનાર ઘટનાઓનો સામનો કરવા માટે મદદ મળશે.
આ અવસરે પ્રશાસનના અલગ અલગ વિભાગના અધિકારીઓ, મામલતદાર,સહાયક, પંચાયતના સેક્રેટરીઓ, તલાટીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

રેલ્‍વે સંસદીય બેઠકમાં ભાગ લેવા પૂર્વે વાપીમાંપધારેલ સીકર સાંસદ સ્‍વામી સુમેદાનંદ સરસ્‍વતિનું સ્‍વાગત કરાયું

vartmanpravah

વાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ પોસ્‍કો કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી

vartmanpravah

સેલવાસના જિલ્લા અને સત્ર ન્‍યાયાધિશનો શિરમોર ચુકાદો નરોલીની એક કંપનીના માલિકના પુત્રના અપહરણ અને ખંડણીના કેસમાં 6 આરોપીઓને આજીવન જેલની સજા

vartmanpravah

વલસાડ ચાઈલ્‍ડ વેલફેર કમિટીએ 3 વર્ષ પહેલા વાપીથી ગુમ થયેલા બાળકનો માતાપિતા સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

કપરાડા ઘાટ ઉપર લક્‍ઝરી બસનું ટાયર ફાટતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો : એકનું મોત, છ ઘાયલ

vartmanpravah

યુઆઈએને હોસ્‍પિટલ પ્રોજેક્‍ટ યાદ અપાવવા પત્રકારો મેદાનમાં

vartmanpravah

Leave a Comment