January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકો ભ્રષ્ટાચારના ભરડામાં: વિજીલન્‍સ તપાસની આવશ્‍યકતા

તાલુકા પંચાયતના પ્રમુખ, કારોબારી અધ્‍યક્ષ અને એની ટીમે વિવિધ સ્‍થળોએ નિરીક્ષણ કરી શુદ્ધ પીવાના પાણી માટે લગાવેલા આર.ઓ. પ્‍લાન્‍ટના કામમાં ઉતારેલ વેઠની ખુલેલી પોલ અને ગતરોજ ધારાસભ્‍યએ બોલાવેલી સમીક્ષા બેઠકમાં આંગણવાડીના મકાન સહિતના કામોમાં ગોબાચારીની સાબિતી પૂર્તિ સામે આવેલી ઘટના જોતા છેલ્લા પાંચ વર્ષના તમામ વિકાસના કામોની સ્‍થળ નિરીક્ષણ કરી સમીક્ષા કરવાની ઊભી થયેલી જરૂરત

નવનિર્વાચીત યુવા સાંસદ ધવલભાઈ પટેલ ઉમરગામ તાલુકામાં થઈ રહેલા વિકાસના કામમાં અને સર્જાયેલી સમસ્‍યા તરફ ધ્‍યાન કેન્‍દ્રિત કરવાની જરૂર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.03: ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારો અને ધારાસભ્‍યશ્રી રમણભાઈ પાટકર જોડે અસંતોષ સર્જાયો હોવાનું સપાટી પર આવી રહ્યું છે. જેનું મુખ્‍ય કારણ તાલુકા પંચાયતના હોદ્દેદારોએ તાલુકામાં વિવિધ સ્‍થળોએ નિરીક્ષણ કરી આર.ઓ. પ્‍લાન્‍ટમાં થયેલી ગોબાચારીને ઉજાગર કરેલી કામગીરી કેન્‍દ્રસ્‍થાને હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરે તાલુકા પંચાયત કચેરી ખાતે બોલાવેલી સમીક્ષા બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી લલીતાબેન દુમાડા, ઉપપ્રમુખશ્રી વિલાસ ઠાકરીયા અને કારોબારી અધ્‍યક્ષશ્રી મહેશભાઈ આહીર ગેરહાજર જોવા મળ્‍યા હતા. આ પહેલા પણ નજીકનો ભૂતકાળ જોતા ઉમરગામ તાલુકા પંચાયતમાં પૂર્વ પ્રમુખ શ્રીમતી જીગ્નાબેન સતિષભાઈ ધોડી, પૂર્વ પ્રમુખ શ્રીમતી જયાબેન અમરીશભાઈ ધોડી અને પૂર્વ પ્રમુખશ્રી રમેશભાઈ ધાંગડાનો પણ કાર્યકાળ આ પ્રકારની સરમુખત્‍યારશાહીની નીતિનો ભોગ બની ચૂકયા છે. જેઓને પ્રમુખ તરીકેનો મહત્‍વનો હોદ્દો પ્રાપ્ત થવા છતાં કામ કરવાની સ્‍વતંત્રતા અને વિકાસના કામોમાં થતા ભ્રષ્ટાચાર સામે અવાજ બુલંદ કરવાની છૂટ મળી ન હતી.
ઉમરગામ તાલુકામાં કેન્‍દ્ર સરકારની 15 માં નાણાંપંચ યોજનાથી છેલ્લા પાંચ વર્ષમાં અંદાજિત રૂપિયા 3 કરોડના ખર્ચે 125 જેટલા આર.ઓ. પ્‍લાન્‍ટની કામગીરી, રૂપિયા 1.5 કરોડના ખર્ચે એલઇડી લાઇટ અને હાઈમસ્‍ટ લાઈટની કામગીરી, અને રૂપિયા 1.20 કરોડના ખર્ચે કચરાપેટી સહિતની સામગ્રીની ખરીદી કરવામાં આવેલી છે. આ તમામ કામોમાં ભ્રષ્ટાચારની સાબિતી પૂર્તિ અનેક ઘટનાઓ સામે આવી હતી. અને એની રજૂઆત કલેકટર સહિત ઉચ્‍ચ કક્ષાએ પણ કરવામાં આવેલી છે. આર.ઓ. પ્‍લાન્‍ટની કામગીરી,કચરાપેટીની ખરીદી અને એલઇડી લાઇટ બેસાડવાની કામગીરી તમામ સરપંચોને વિશ્વાસમાં લેવા વગર કરવામાં આવી હતી. મટીરીયલની ખરીદી વખતે સરપંચો પાસેથી ઓટીપી પાસવર્ડ અધિકારી દ્વારા મેળવી લેવામાં આવતો હતો. અને ખરીદ કરવામાં આવેલી વસ્‍તુઓ ગુણવત્તા અને હલકા પ્રકારની તેમજ વાસ્‍તવિક કિંમત કરતા અનેક ઘણી મોટી રકમ ચૂકવણી કરેલ હોવાનું જણાય આવતું હતું. આ પ્રકારે છેલ્લા પાંચ વર્ષથી પણ વધુના સમયથી ઉમરગામ તાલુકામાં કામગીરી ચાલી રહી છે. આ ઘટનાથી ધારાસભ્‍ય રમણભાઈ પાટકર પણ પરિચિત હતા.
તાજેતરમાં ઉમરગામ તાલુકા વાસીઓની વ્‍યાપક બુમરાણ બાદ તાલુકા પંચાયતના હોદ્દેદારોએ આરઓ પ્‍લાન્‍ટના સ્‍થળ નિરીક્ષણ કરવાની ફરજ પડી હતી જ્‍યાં કોન્‍ટ્રાક્‍ટરોએ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી કામગીરીમાં ઉતારેલી વેઠની ઘટના સામે આવી છે. એક પણ આર.ઓ. પ્‍લાન્‍ટમાં પીવાનું શુદ્ધ પાણી આવતું નથી અને ભવિષ્‍યમાં આવવાની કોઈ શકયતા દેખાતી નથી. તેવી જ રીતે ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરે બોલાવેલી સમીક્ષા બેઠકમાં આંગણવાડીના નિર્માણ કરવામાં આવેલા મકાન અધૂરા હોવાનું સામે આવ્‍યું છે. આ ઘટના તો માત્ર હિમાલયની ટોચ સમાન છે. ખરેખર રાજ્‍ય સરકાર ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં રસ દાખવી રહી હોયતો ઉમરગામ તાલુકામાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલા તમામ વિકાસના કામોમાં વિજિલન્‍સની તપાસ કરાવવી જોઈએ એવી ઉમરગામ તાલુકા વાસીઓમાં પ્રબળ માંગ જોવા મળી રહી છે.
—-

Related posts

પારડી પોલીસે વેલપરવા કોળીવાડ પાસેથી પલ્‍સરમાં ચોર ખાના બનાવી દારૂ હેરાફેરી કરતો ખેપિયો ઝડપાયો

vartmanpravah

ચીખલીના મલિયાધરામાં વલસાડ એલસીબીએ પીછો કરતા દારૂ ભરેલ પીકઅપ રસ્‍તાની બાજુમાં ઉતરી ગઈ

vartmanpravah

ડીએનએચઆઇએ દ્વારા કેલેન્‍ડર-2025નું વિમોચન કરાયું

vartmanpravah

ધરમપુરની ખારવેલ પ્રાથમિક શાળામાં તા.11-12 ઓક્‍ટો.એ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવની ત્રણ વિદ્યાર્થીનીઓની ખો-ખો (ગર્લ્‍સ) સ્‍પર્ધામાં ગુજરાતટેકનોલોજીકલ યુનિવર્સીટીમાં પસંદગી

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇઃ

vartmanpravah

Leave a Comment