(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માના દિશા-નિર્દેશમાં રમતગમત અને યુવા વિભાગ દ્વારા 14 વર્ષથી ઓછી વયની આંતર જિલ્લા સ્તરીય ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 ટીમોએ ભાગ લીધો હતો. જેમાંથી પ્રાથમિક મરાઠી શાળા ચીખલીપાડાની ટીમ વિજેતા બની હતી.
પ્રાથમિક મરાઠી શાળા ચીખલીપાડાની ટીમે દમણ અને દીવ જિલ્લાની ફૂટબોલ રમતમાં હરાવી આંતર જિલ્લા 14 વર્ષથી ઓછી વયની ફૂટબોલ ટુર્નામેન્ટમાં દાનહ જિલ્લાનું નામ રોશન કર્યું છે.
દાદરા નગર હવેલીનું પ્રતિનિધિત્વ કરતી વિજેતા ટીમ સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં દિલ્હીમાં યોજાનારી 14 વર્ષથી ઓછી વયની સુબ્રોતો મુખર્જી ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આવી ટુર્નામેન્ટમાં ભાગ લેવાથી યુવા પ્રતિભાઓને તેમની ક્ષમતા પ્રદર્શિત કરવા માટે એક મંચ પુરુ પાડે છે. વિજેતા ટીમને સંઘપ્રદેશ પ્રશાસન જિલ્લા પંચાયત દ્વારા અભિનંદન અને દીલ્હીમાં આગામી સુબ્રતો મુખર્જી ટુર્નામેન્ટમા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે એવી શુભકામનાઓ પાઠવીહતી.