Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની એસબીઆઈના ગ્રાહક સાથે થયેલી સાયબર છેતરપીંડી કેસમાં બે આરોપીઓની યુ.પી.થી કરાયેલી ધરપકડ

નેટવર્ક મોટું હોય દાનહ પોલીસ દ્વારા અન્‍ય આરોપીઓની પણ શોધખોળ શરૂ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: સેલવાસમાં બેંકના નામે સાયબર છેતરપીંડી કેસમાં બે આરોપીઓની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી પૂરી રકમ કબ્‍જે લેવાઈ છે. ફરિયાદી સાકેત હરકિશન સરાફ રહેવાસી સેલવાસ જેમણે પોતાની સાથે બેંક ખાતાના ક્રેડિટકાર્ડ સંદર્ભે ફોન આવ્‍યા બાદ લીંક મોકલાવેલ જેના દ્વારા એમના ખાતામાંથી 1.34 લાખની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે દાનહ પોલીસે આઇપીસી 420 અને 34 મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મળેલ માહિતી મુજબ ફરિયાદી હરકિશનને એસબીઆઈ બેંકમાંથી ક્રેડિટકાર્ડ વિભાગમાંથી બોલું છું એમ કહી કોલ આવ્‍યો હતો અને એમની ક્રેડિટ કાર્ડની વિગતો માંગી હતી અને એક લીન્‍ક મોકલાવી હતી. એમણે બધી વિગત સાથે એક ઓટીપી નંબર આવ્‍યો હતો એ પણ ફોન કરનારવ્‍યક્‍તિને આપ્‍યો હતો, ત્‍યારબાદ ફરિયાદીના ખાતામાંથી 1.34 લાખ રૂપિયાની ઓનલાઇન છેતરપીંડી થઈ ગઈ હોવાનું માલુમ પડયું હતું. આ કેસની ગંભીરતા જોતા એસ.ડી.પી.ઓ. શ્રી સિદ્ધાર્થ જૈનના માર્ગદર્શનમાં એક ટીમ બનાવી સાયબર સેલની મદદથી બે આરોપીઓ અશ્વિન સૂર્યભાન સરોજ (ઉ.વ.22) અને રાજેશ્વર રાધેશ્‍યામ કુમાર (ઉ.વ.21) રહેવાસી આઝમગઢ ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી તપાસ કરતા તેઓએ ગુનો કબુલ કર્યો હતો અને ફરિયાદીના 1.34 લાખ રૂપિયા પણ રિક્‍વર કરવામાં આવ્‍યા છે.
આવી છેતરપીંડી કરનાર લોકોનું નેટવર્ક ઘણું મોટું છે જેથી અન્‍ય આરોપીઓના નામો શોધવાનો પ્રયાસ પણ ચાલુ છે. આ કેસની વધુ તપાસ સેલવાસ એસ.એચ.ઓ. શ્રી અનિલ ટી.કે. કરી રહ્યા છે.

Related posts

વાપી હરિયા સ્‍કૂલમાં કનાડા સંઘ દ્વારા પોપ્‍યુલર ક્‍વીઝ સ્‍પર્ધા યોજાઈ : 18 સ્‍કૂલોએ ભાગ લીધો

vartmanpravah

દાનહ નવા સ્‍પોર્ટ્‌સ કોમ્‍પલેક્ષ ખાતે યોગા સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી ગોદાલનગર ખાતે એપેક્‍સ મેટરનિટી અને ચિલ્‍ડ્રન હોસ્‍પિટલનું કરવામાં આવેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

ચીખલીના નોગામા ગ્રામ પંચાયતની ખાસ સામાન્‍ય સભામાં મહિલા સરપંચ સામે પણ બહુમિતથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર

vartmanpravah

ગુજરાત સ્‍ટેટ રોડ સેફટી એવોર્ડ-2022માં સમગ્ર રાજ્‍યમાં પ્રથમ સ્‍થાને સરકારી પોલિટેકનિક વલસાડ

vartmanpravah

વલસાડ પોલીસે 13 પોલીસ સ્‍ટેશનનો જપ્ત કરેલો રૂા.8.37 કરોડના જથ્‍થા ઉપર રોલર ફેરવ્‍યું

vartmanpravah

Leave a Comment