October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પલસાણાના બંગલામાંથી પૈસા ભરેલ બેગની ચોરી: 22 દિવસ બાદ નોંધાવી ચોરીની ફરિયાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.28: પારડી તાલુકાના પલસાણા નાયકવાડ ખાતે બ્રિજેશભાઈ ભરતભાઈ ઉપાધ્‍યાયના બંગલામાં ફર્નિચરનું કામ મૂળ રાજસ્‍થાનના અને મુંબઈ ખાતે રહેતા અશોકકુમાર હજારીલાલ સુથારે રાખ્‍યું હતું. તારીખ 5.5.2024 ના રોજ અશોકભાઈ આશરે નવ વાગે મજૂરોને આપવાના 84 હજાર રૂપિયા રોકડા અને આધારકાર્ડ, લાઈટ બિલ, મુંબઈનો રેલવે પાસ વિગેરે ડોકયુમેન્‍ટ સાથેની બેગ લઈ પલસાણા ખાતે બાકી રહેલફર્નિચરનું કામ કરવા માટે આવ્‍યા હતા અને કોન્‍ટ્રાક્‍ટર પાસે બંગલાની ચાવી લઈ બેગને રૂમમાં મૂકી તેઓ બંગલાના આગળના ભાગે ફર્નિચરનું કામ કરી રહ્યા હતા ત્‍યારબાદ આશરે 1.30 કલાકે તેઓ બંગલામાં આરામ કરવા જતા તેઓને રૂમમાં રાખેલ પૈસા ભરેલ બેગ જોવા મળેલ નહીં.
મુંબઈમાં પણ તેઓનું કામકાજ ચાલી રહ્યું હોય તેઓ મુંબઈ જતા રહેતા તારીખ 27.5.2024 ના રોજ 22 દિવસ પછી તેઓએ પારડી પોલીસ સ્‍ટેશન ખાતે આવી 84000 રૂપિયા રોકડા તથા ડોકયુમેન્‍ટ રાખેલ બેગની ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

પારડી તાલુકાના વેલપરવા ગામની બે સંતાનની માતા ગુમ

vartmanpravah

વહાલી દીકરી પ્રગતિ મંડળ લીલાપોરના નેજા હેઠળ પ્રથમ સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

નારગોલના ભુનવાળી ફળિયા ખાતે મકાનમાં આગ લાગવાની બનેલી ઘટના

vartmanpravah

વલસાડ તડકેશ્વર પાર્ટી પ્‍લોટના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : મંડપ ડેકોરેશનનો સામાન ખાખ

vartmanpravah

સેલવાસના આમળી ફળિયામાં રહેતી મહિલાએ ગળે ફાંસો ખાધો

vartmanpravah

અંકલાસમાં નિર્માણ થઈ રહેલી આદિત્‍ય ઈલેક્‍ટ્રો મેક પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે પંચાયતની લાલ આંખ

vartmanpravah

Leave a Comment