April 29, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ-દીવના ઓરિસ્‍સાવાસીઓએ રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની કરાયેલી પસંદગીને આવકારી અને પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો વ્‍યક્‍ત કરેલો આભાર

મહિલાઓએ રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની તસવીરવાળી સાડીનું કરેલું પરિધાનઃ પુરૂષોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના લગાવેલા બેજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: દમણ-દીવમાં વસેલા ઓરિસ્‍સા વિસ્‍તારના લોકોએ આજે એક કાર્યક્રમ દ્વારા રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી દ્રૌપદી મુર્મુની પસંદગીને આવકારી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો આભાર પ્રગટ કર્યો હતો.
દમણના મહિલા ભવન ખાતે આયોજીત ઓરિસ્‍સાવાસીઓના અગ્રણીઓએ દીપ પ્રજ્‍વલિતકરી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો અને બાળકોએ સાંસ્‍કૃતિક કાર્યક્રમ પણ આયોજીત કર્યો હતો.
આ પ્રસંગે શ્રીમતી દ્રૌપદી મુર્મુના જીવન અને કવન ઉપર આગેવાનોએ હિન્‍દી, ઉડિયા, અંગ્રેજી ભાષામાં પ્રકાશ પાડયો હતો. એક ઓરિસ્‍સાના છેવાડેના ગામમાં રહેતી આદિવાસી દિકરી જ્‍યારે દેશના સર્વોચ્‍ચ બંધારણીય પદ ઉપર બિરાજમાન થવા જઈ રહી છે ત્‍યારે સમગ્ર લોકોમાં આનંદ અને ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. ઓરિસ્‍સાવાસીઓએ રાષ્‍ટ્રપતિ બન્‍યા બાદ શ્રીમતી દ્રૌપદી મુર્મુની દમણ મુલાકાતનો પણ આગ્રહ રાખ્‍યો છે.
આજે ઓરિસ્‍સાની મૂળ રહેવાસી બહેનોએ પોતાની સાડી ઉપર શ્રીમતી દ્રૌપદી મુર્મુની તસવીર અને પુરૂષોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના બેજ લગાવ્‍યા હતા. જેના કારણે સમગ્ર સભાખંડ મોદીમય અને દ્રૌપદી મુર્મુમય બની ગયો હતો.

Related posts

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીની વલસાડ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

આજથી દમણવાડાના ઢોલર ગામથી શરૂ થનારૂં જમીનના રિ-સર્વેનું કામ

vartmanpravah

181-કપરાડા વિધાનસભામાં પ્રિસાઈડીંગ અને આસિસ્‍ટન્‍ટ પ્રિસાઈડીંગ ઓફિસરોને તાલીમ અપાઈ

vartmanpravah

સી.આર. પાટીલનાં જન્‍મ દિવસ નિમિત્તે વાપી ગુંજન ટ્‍વિન સીટી હોસ્‍પિટલ ખાતે ટી.બી. દર્દીઓને પૌષ્ટિક આહારની કીટ વિતરણ કરવામાં આવી

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત સંચાલિત ખારીવાડ સરકારી પ્રાથમિક શાળામાં લાગેલી આગ

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના ૦૫ કેસ નોંધાયાં: ૩૫ કોવિડ હોસ્પિટલમાં ઍકટીવ કેસ

vartmanpravah

Leave a Comment