Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ સાયલીમાં ‘સ્‍વચ્‍છતા પખવાડિયા’ સંદર્ભે ડ્રોઈંગ હરીફાઈ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીના સાયલી ગામે બાલ્‍મેર લોરી કંપનીના આર્થિક સહયોગથી સ્‍વદીપ શિક્ષણ વિકાસ સંસ્‍થા અમદાવાદ દ્વારા ‘સ્‍વચ્‍છતા પખવાડિયા’ વિષય ઉપર બે દિવસ માટે સ્‍વચ્‍છતા દિવસનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે અંતર્ગત પ્રાથમિક શાળા સાયલી ડુંગરપાડામાં ચિત્ર સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં શાળાના બાળકોએઉત્‍સાહભેર ભાગ લીધો હતો અને સ્‍વચ્‍છતા વિષય પર ચિત્રો દોર્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોને પ્રોત્‍સાહન ઈનામ તરીકે પર્સનલ હાઈજીન કિટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું જેમાં બાલ્‍મેર લોરી કંપનીના શ્રી પિયુષ વર્મા, શ્રી કે.સી.ઘસ અને શ્રી રાહુલ સોનાવણેએ ભાગ લઈને બાળકોને પ્રોત્‍સાહિત કર્યા હતા.
આ ઉપરાંત ‘એકતા લક્ષ્મી મહિલા મંડળ’ સાયલી આંધેરપાડા દ્વારા પણ સ્‍વચ્‍છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેઓ દ્વારા ગામમાં સફાઈ કાર્ય હાથ ધરી સમુદાયમાં સ્‍વચ્‍છતા અંગે જાગરૂકતા ફેલાવવામાં આવી હતી. મંડળની બેહનો દ્વારા ચાર્ટ તૈયાર કરવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમમાં બાલ્‍મેર કંપનીના શ્રી પિયુષ વર્મા, શ્રી અરુણ નાંદીસાગર સેનગુપ્તા હાજર રહી બહેનોનો ઉત્‍સાહ વધાર્યો હતો. સ્‍વદીપ શિક્ષણ વિકાસ સંસ્‍થા અમદાવાદ તરફથી સ્‍ટેફીબેન હાજર રહીને સ્‍વચ્‍છતા અંગેની જાગરૂકતા ફેલાવીને બાળકો અને મહિલા મંડળના સભ્‍યોને પ્રોત્‍સાહિત કર્યા હતા.

Related posts

નાની દમણના મશાલ ચોક ખાતે વેટરનરી હોસ્‍પિટલની સામે આવેલ મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરના નવનિર્માણના કાર્યનો 26મી જાન્‍યુ.થી થનારો આરંભ

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘એક મુઠ્ઠી અનાજ, હર ઘર પોદાર, હર ઘર અનાજ’ કાર્યક્રમનું આયોજન થયું

vartmanpravah

રાજ્યકક્ષાની હેકેથોનમાં ગવર્મેન્ટ એન્જિનિયરીંગ કોલેજ વલસાડના પ્રોજેક્ટને પ્રથમ સ્થાન

vartmanpravah

દિલ્‍હીના મુખ્‍યમંત્રીનું ટ્‍વીટ : ગભરામણ કે રાજકીય  સોગઠી ? 

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઘોષિત થયેલા લાલુભાઈ પટેલને ઠેર-ઠેરથી મળી રહેલા અભિનંદન અને જયઘોષ

vartmanpravah

Leave a Comment