October 13, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણના મહિલા મંડળના સ્‍થાપક પ્રભાબેન શાહની ભારત સરકારે પદ્મશ્રી પુરસ્‍કાર માટે કરેલી જાહેરાત

છેલ્લા 60 કરતા વધુ વરસોથી મહિલાઓના કલ્‍યાણ માટે દમણ ખાતે સક્રિય 92 વર્ષના પ્રભાબેન શાહની પદ્મ પુરસ્‍કાર માટે પસંદગી થતાં સમગ્ર પંથકમાં આનંદની ફેલાયેલીલાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.25
દમણમાં છેલ્લા 60 કરતા વધુ વરસોથી દમણ ખાતે મહિલાઓની સેવામાં કાર્યરત શ્રીમતી પ્રભાબેન શાહને આજે ભારત સરકારે પદ્મશ્રી પુરસ્‍કારની જાહેરાત કરતા સમગ્ર પંથકમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
દમણ ખાતે મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા માટે 60 કરતા વધુ વર્ષ પહેલા મહિલા મંડળની સ્‍થાપના કરી તેમના સ્‍થાપક પ્રમુખ રહ્યા હતા. સમાજમાં ચાલતા કુરિવાજો જેવા કે બાળવિવાહ, દહેજ જેવા દૂષણો સામે પણ સામાજિક ચેતના જગાવવાનું કામ શ્રીમતી પ્રભાબેન શાહના નેતૃત્‍વમાં કરાયું હતું.
શ્રીમતી પ્રભાબેન શાહની તેમની સેવાના કદરના ભાગે આજે પદ્મ પુરસ્‍કારની જાહેરાત થતા સમગ્ર પંથક સહિત આજુબાજુના વિસ્‍તારમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.
અત્રે નોંધનીય છે કે, આરોગ્‍ય ક્ષેત્રે ઉમદા સેવા આપવા બદલ આ પહેલા દમણના ડો. એસ.એસ.વૈશ્‍ય અને વાપીના પરંતુ હાલમાં દમણ ખાતે સ્‍થાયી થયેલા શ્રી ગફુરભાઈ બિલખીયાને ગયા વર્ષે ઔદ્યોગિક અને સામાજિક સેવા માટે પદ્મ પુરસ્‍કારની નવાજેશ થઈ હતી.

Related posts

દમણ-દીવ પ્રદેશ ભાજપે ઉચ્‍ચ સ્‍તરે કરેલી રજૂઆતના પરિણામે દીવ જિલ્લાના 4 સહિત 36 માછીમારોને 30મી એપ્રિલે પાકિસ્‍તાની જેલમાંથી મુક્‍ત કરાશે

vartmanpravah

ફિલ્‍મી સ્‍ટાઈલે 18 કી.મી. પીછો કરી એલસીબીએ દારૂ ભરેલી ઓડી કાર કીકરલાથી ઝડપી

vartmanpravah

સેલવાસની દીપ ડેરીમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગઃ દુકાનનો સામાન બળીને ખાખ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ (ગ્રાન્‍ટેડ) રંગોળી અને દિવડા શણગાર સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લામાં સૌ પ્રથમવાર કકવાડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને NQAS પ્રમાણપત્ર એનાયત

vartmanpravah

ભાજપના સ્‍થાપના દિન નિમિત્તે વિશેષ

vartmanpravah

Leave a Comment