October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ન.પા. દ્વારા દુકાનોમાંથી પ્રતિબંધિત સિંગલ યુઝ રેનકોટ જપ્ત કરી વેપારીઓને દંડિત કરાયા

ન.પા. દ્વારા દરેક દુકાનદારો અને નગરવાસીઓને અનુરોધ છે કે સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનું વેચાણ અથવા ઉપયોગ નહીં કરે અને પાલિકાને સહયોગ કરે અને શહેરને સ્‍વચ્‍છ અને સુંદર બનાવવા સાથ આપે 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દીવ,તા.19: દાદરા નગર હવેલીમાં સેલવાસ નગરપાલિકા પ્રમુખના માર્ગદર્શનમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક મુક્‍ત અભિયાન શરૂ કરવામાં આવ્‍યું છે જે અંતર્ગત પાલિકા વિસ્‍તારમાં ચેકીંગ દરમ્‍યાન મોટી સંખ્‍યામાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક રેનકોટ જપ્ત કરવામાં આવ્‍યા છે. પાલિકા દ્વારા દરેક દુકાનદારો અને નગરવાસીઓને અનુરોધ કરાયો છે કે સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનું વેચાણ અથવા ઉપયોગ નહીં કરે અને પાલિકાનેસહયોગ કરે અને શહેરને સ્‍વચ્‍છ અને સુંદર બનાવવા સાથ આપે.

સેલવાસ પાલિકા શહેરી વિસ્‍તારમાં દરેક નાગરિકોને સ્‍વચ્‍છ અને સુંદર પ્‍લાસ્‍ટિક મુક્‍ત સેલવાસ બનાવવા માટે યોગદાન આપવા અપીલ કરે છે.

 સેલવાસ નગરપાલિકા દ્વારા દરેક દુકાનદારો અને નાગરવાસીઓને સુચિત કરવામાં આવે છે કે 75 માઇક્રોનથી ઓછી જાડાઈના પ્‍લાસ્‍ટિક પર પ્રતિબંધ છે અને 31 ડિસેમ્‍બર 2022થી 120 માઇક્રાનથી ઓછી જાડાઈના પ્‍લાસ્‍ટિક પાલિકા વિસ્‍તારમાં પ્રતિબંધિત થનાર છે એની સાથે હેન્‍ડલિંગ અને પ્રબંધન સંશોધન 2020 અનુસાર ઘણી વસ્‍તુઓ જેવી કે એકલ પ્રયોગ થર્મોકોલ/પ્‍લાસ્‍ટિકની બનેલ વસ્‍તુઓ થાળી, કપ, ગ્‍લાસ, વાટકી, ચમચી, ચાકુ, પ્‍લાસ્‍ટિક સ્‍ટ્રો સાથે પ્‍લાસ્‍ટિકની બનેલ કટલરી થર્મોકોલ સ્‍ટેરોફ્રોમ થાળી કપ, ગ્‍લાસ, સિંગલ યુઝરેબલ પેન, સજાવટ માટે ઉપયોગમાં લેવામાં આવતી થર્મોકોલ પોલીપ્રોપિલિન બેગ વગેરે પ્રતિબંધિત છે એનો ઉપયોગ અને વેચાણ કરવો દંડનીય અપરાધ છે.

Related posts

આજે પ્રિયંકા ગાંધી વલસાડ જિલ્લાની મુલાકાતેઃ ધરમપુરમાં જાહેર સભાને સંબોધન કરશે

vartmanpravah

દાનહમાં છેલ્લા 24 કલાકમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાઃ 6 દર્દી રિક્‍વર થયા

vartmanpravah

વલસાડમાં એસપી કચેરી ખાતેથી વિવિધ પોલીસ પ્‍લાટૂન સાથે યોજાશે ભવ્‍ય તિરંગા યાત્રા

vartmanpravah

દમણમાં ‘વિશ્વ માનસિક આરોગ્‍ય દિવસ’ નિમિત્તે કાનૂની સાક્ષરતા અને જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

વલવાડા ખાતે મંત્રી કનુભાઈ દેસાઈએ શાળાની બિલ્‍ડીંગ અને હોલનું કરેલું લોકાર્પણ

vartmanpravah

પારડીના બાલદામાં હાથમાં ત્રિશુલ અને સ્‍ટારના છુંદણા છપાવેલ ડી કમ્‍પોઝ થયેલ યુવાનસ્ત્રીના મળેલ મૃતદેહનું રહસ્‍ય અંકબંધ

vartmanpravah

Leave a Comment