Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં મહિલાના રહેઠાણમાંથી ગાંજો ઝડપાયો : ગાંજા અને મોબાઈલ સાથે 38 હજારનો મુદ્દામાલ જપ્ત

મોટી નાયકાવાડમાં રહેતી શબનમ મોહંમદ સૈયદના ઘરેથી 2,750 કી.ગ્રા. ગાંજાનો જથ્‍થો મળી આવ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વાપી એસ.ઓ.જી.ને મળેલી બાતમી આધારે મોટી નાયકાવાડમાં રેડ કરી હતી. કાર્યવાહીમાં એક મહિલાને ઘરેથી ગાંજાનો જથ્‍થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી પોલીસે કરી હતી.
વાપી મોટી નાયકાવાડ પાણીની ટાંકી પાસે કચીગામ રોડ ઉપર રહેતી શબનમ મોહંમદભાઈ સૈયદ ઘરમાં ગાંજાનું વેચાણ કરે છે તેવી બાતમી એસઓજી મળી હતી.તેથી પી.આઈ. એ.યુ. રોઝએ એસ.આઈ. અશોકભાઈ અને સ્‍ટાફે બાતમી વાળા જગ્‍યાએ રેડ કરી હતી. રેડ દરમિયાન શબનમબેન શેખના ઘરમાંથી 2,750 કી.ગ્રા. ગાંજાનો જથ્‍થો મળી આવ્‍યો હતો. પોલીસે 27,500 નો ગાંજો બે મોબાઈલ મળી કુલ 38 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી વિરૂધ્‍ધ એન.ડી.પી.એસ. એક્‍ટ હેઠળ ગુનો નોંધી વધુ આગળની તપાસ હાથ ધરી હતી.

Related posts

વલસાડ નવા હરિજનવાસમાં રાતે ઘરની બહાર ખુરશીમાં બેઠેલ યુવાન ઉપર બોથડ પદાર્થથી જીવલેણ હૂમલો

vartmanpravah

દીવ ખાતે મલ્‍ટી સ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સના સાક્ષી બનવા કેન્‍દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર, દિલ્‍હી અને લદ્દાખના એલ.જી.નું આગમન

vartmanpravah

ઉમરગામ તાલુકા યુવા ભાજપા સંગઠનની મળેલી કારોબારી બેઠક

vartmanpravah

સેલવાસ દમણગંગા નદીમાં સાંજે અજાણયા યુવાને મોબાઈલ પર વાત કરતા કરતા ઝંપલાવ્‍યુ

vartmanpravah

દીવ કૉલેજમાં વિદ્યાવિસ્‍તાર વ્‍યાખ્‍યાનમાળા યોજાઈ

vartmanpravah

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી 108 ની ટીમની પ્રસંશનિય કામગીરી

vartmanpravah

Leave a Comment