December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

પારડી પાર નદી નજીક કારમાં વલસાડની જાણીતી ગાયક વૈશાલી બલસારાનો મૃતદેહ મળી આવતા ચકચાર

  • શંકાસ્‍પદ મોતને લઈ જિલ્લા ભરની પોલીસ ઘટના સ્‍થળે

  • ઘટનાને આશરે 20 કલાક બાદ સ્‍થળ પર પહોંચેલી પોલીસે ઘોડા છૂટી ગયા બાદ તાળા માર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.28: પારડી પાર નદી કિનારે અતુલ ડેમ પર જવાના રસ્‍તામાં ઉભેલી મારુતિ બલેનો કારમાં પાછળના ભાગે બે સીટના વચ્‍ચે એક મહિલા પડી હોય અને કાર લોક હોવાની જાણ સ્‍થાનિકોએ પારડી પોલીસને કરતા પારડી પોલીસ ઘટના સ્‍થળે પહોંચી હતી. અને પારડી પોલીસે બલેનો કાર નંબર જીજે 15 સીજી 4226 કારનો કાચ તોડી ચેક કરતા કારના પાછળની સીટ નીચે એક મહિલા મૃત હાલતમાં મળી આવતા પારડી પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં એલસીબી સહિતની ટીમ પણ દોડી આવી હતી. સ્‍થાનિકોના જણાવ્‍યા મુજબ આ કાર કાલે સાંજે 3થી 4 ના ગાળામાં આવી હોવાનું જણાવતા પોલીસ ઘટનાના 20 કલાક બાદ પહોંચતા ઘોડા છૂટી ગયા બાદ તાળા મારવા જેવી સ્‍થિતિ સર્જાઈ હતી.
વધુમાં વલસાડ સીટી પોલીસ મથકે ફેમસ સિંગર વૈશાલીબેન હિતેશભાઈ બલસારા ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પારડી પોલીસે વૈશાલીના પતિ હિતેશને ઘટના સ્‍થળે લઈ ગઈ જતા ઓળખ દરમિયાન હિતેશે બલેનો કાર તેમની પત્‍ની વૈશાલીની હોવાની ઓળખ કરી હતી.
છેલ્લા કેટલાકસમયથી આ જંગલી વિસ્‍તાર સુસાઈટ તથા પ્રેમીઓ માટે બદનામ થઈ ચૂકયો છે. તમામ પરિસ્‍થિતિ જોતાં વલસાડની આ પરણીતા કયા કારણોસર પારડી પાર નદી ખાતે કાર લઈને પહોંચી હતી. ‘‘કઈ રીતે તેનું મોત નીપજ્‍યું હતું?, પરિણીતા એકલી આવી હતી કે પછી અન્‍ય કોઈ સાથે આવી હતી?” આવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે ત્‍યારે શંકાસ્‍પદ મોતને લઈ પોલીસે પણ એફ.એસ.એલ ટીમને પણ ઘટના સ્‍થળે તેડાવી હતી. તમામ પરિસ્‍થિતિ જોતા આ કુદરતી નહિ હત્‍યા પણ હોવાની પણ શંકા થઈ રહી છે.

Related posts

સેલવાસમાં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘે વિજ્‍યાદશમીએ કરેલું પથ સંચલન

vartmanpravah

ઉમરસાડી માંગેલાવડની પરણિતા બે બાળકો સાથે ગુમ

vartmanpravah

વલસાડ ઔરંગા નદી બ્રિજ પાસે બેરીકેટમાં પીકઅપ ટેમ્‍પો ભટકાયો, મોટા વાહનોની અવરજવર થંભી ગઈ

vartmanpravah

વાપી આર.જી.એ.એસ. સ્‍કૂલમાં મેનેજમેન્‍ટ દ્વારા શિસ્‍ત માટે લવાયેલા પગલાથી વાલીઓમાં નારાજગી

vartmanpravah

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં એનએસએસ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ કરેલું વૃક્ષારોપણ

vartmanpravah

પારડીના સુખેશમાં વંદે ગુજરાત વિકાય યાત્રા પહોંચી, 520 લાભાર્થીને નાણામંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર અને ચેક એનાયત કરાયા

vartmanpravah

Leave a Comment