October 15, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ભીડભંજન મહાદેવ દેવાલય સ્‍થિત ભારદ્વાજ કુટિર ખાતે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞોપવિત્‌ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11: આજે તારીખ 11 ઓગસ્‍ટ, 2022 ગુરૂવારના રોજ પવિત્ર રક્ષાબંધનના પર્વએ ભીડભંજન મહાદેવ દેવાલય સ્‍થિત ભારદ્વાજ કુટિર ખાતે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞોપવિત્‌ બદલવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
અત્રે યાદ રહે કે, ગત 7મી ઓગસ્‍ટ, 2022ના રોજ યોજાયેલ શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ, દમણની વાર્ષિક સાધારણ સભામાં શ્રી અપૂર્વ પાઠકને સમાજના પ્રમુખ તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા હતા. એમના પ્રમુખપદ હેઠળ સમાજના આ પ્રથમ કાર્યક્રમનું સફળ આયોજન થયું હતું. આ પ્રસંગે પૂર્વ પ્રમુખો શ્રી રાજેશભાઈ ઉપાધ્‍યાય અને શ્રી પ્રજ્ઞેશભાઈ ભટ્ટ તથા ઉપ પ્રમુખ શ્રી રાજીવ ભટ્ટ અને ભાજપ શહેર પ્રમુખ શ્રી હિરેન જોષી અન્‍ય જ્ઞાતિ બંધુઓ સાથે ખાસ જોડાયા હતા. સર્વ જ્ઞાતિ બંધુઓએ સાથે મળી ભોળાનાથનાસાંનિધ્‍યમાં યજ્ઞોપવિત્‌ બદલવાનો આ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

Related posts

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘એક મુઠ્ઠી અનાજ, હર ઘર પોદાર, હર ઘર અનાજ’ કાર્યક્રમનું આયોજન થયું

vartmanpravah

શ્રીમતી ઝવેરબેન હિરજી શાહ સાર્વજનિક શાળા ઝરોલી ખાતે વિનામૂલ્‍યે નોટબૂક વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે દૂધની અને કૌંચા પંચાયતથી લોકોની વચ્‍ચે જઈ આભાર માનવાની કરેલી શરૂઆત

vartmanpravah

સાવધાન : વલસાડ જિલ્લામાં કોરોનાએ ડબ્‍બલ સદી ફટકારી બુધવારે 218 કેસ : આરોગ્‍ય તંત્રની વધેલી દોડધામ

vartmanpravah

દાદરા ગામની આંગણવાડીમાં બાળકો અને માતાઓને પૌષ્‍ટિક આહાર કીટનું વિતરણ કરાયું

vartmanpravah

તુંબની કંપની સામે સેન્‍ટ્રલ ગ્રાઉન્‍ડ વોટર બોર્ડમાં પાણી ચોરીની ફરિયાદ

vartmanpravah

Leave a Comment