Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા મેઈન રોડ ઉપર રાત્રે પુરપાટ ઝડપે આવતી કારે રોડની બાજુમાં બેસેલ ગાયોને ટક્કર મારી : એક ગાયનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: મંગળવારે રાત્રે 12.40 કલાકે સેલવાસ બાજુથી કાર પૂરપા7 ઝડપે આવી રહતી અને દાદરા થઈને વાપી જઈ રહી હતી. આ દરમિયાન દાદરા નેમઈન રોડની બાજુમાં બેસેલી પ થી 6 ગાયોને ટક્કર માર્યા બાદ કાર ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો.
દાદરાના યુવાન શ્રી મિશાલ દેસાઈને આ ઘટનાની જાણ થતાં જ તેઓ તેમની ટીમ અને મિત્રો સાથે ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા. આ સાથે તેમણે દાદરા પોલીસ ઈન્‍ચાર્જ પીએસઆઈ શ્રી શશી કુમાર સિંહને પણ જાણ કરી અને પોલીસકર્મીઓને ઘટના સ્‍થળ મોકલ્‍યા હતા.
આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલ ગાયોને જોઈને ગૌ રક્ષકનો પણ સંપર્ક કરવામાં આવ્‍યો અને એનજીઓના નિપુણ પડયાને પણ જાણ કરવામાં આવી હતી. ગાયને ઈમરજન્‍સી સારવાર આપવાની તાત્‍કાલિક જરૂર પડતા રાત્રે ડો. સુનિલ ચૌધરીને પણ ઘટના સ્‍થળે બોલાવવામાં આવ્‍યા હતા. આ તમામ પ્રત્‍યાસોથી ચાર ગાયોના જીવ ગયા હતા. જો કે એક ગાયનું મોત થયું હતું. કારની એટલી ઝડપ હતી કે કારની ટક્કરથી કારનું આગળનું બોનેટ ગાયના શિંગડામાં જ ફસાઈ ગયું હતું. તેથી ગાડીનો નં. જીજે-1પ-સીએચ-7188 જાણીશકાયો હતો. દાદરા પોલીસ ઈન્‍ચાર્જ પીએસઆઈ શ્રી શશી કુમાર સિંહ આજે મૃત્‍યુ પામેલી ગાયનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું આજે આ કાર ચાલક પર એફઆઈઅર નોંધવામાં આવી હતી અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Related posts

કલેક્‍ટર રાકેશ મિન્‍હાસના નેતૃત્‍વ હેઠળ સેલવાસમાં નરોલી રોડ પર બ્‍યુટીફેક્‍શન અંગે યોજાયેલી બેઠક

vartmanpravah

દાનહ કોંગ્રેસ નેતા પ્રભુભાઈ ટોકિયાએ પ્રદેશના ચર્ચાસ્‍પદ બનેલા લેન્‍ડલેસ પ્‍લોટ કૌભાંડની સીબીઆઈ કેમ્‍પમાં માંગેલી તપાસ

vartmanpravah

વલસાડના મગોદ શાંતિમંદિર ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ખાનવેલના ભગતપાડામાં વિશેષ રેવન્‍યુ શિબિરનું કરાયું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

પારડી ભાજપ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરજીની 132મી જન્‍મજયંતિની ઉજવણી

vartmanpravah

Leave a Comment