-
દીવ ન.પા.ના નવનિર્વાચિત પ્રમુખ હેમલતાબેન સોલંકીના અભિવાદન માટે ઘેલો બનેલો અનુ.જાતિ/જનજાતિનો સમુદાય
-
દાનહ અને દમણ-દીવના 500 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત અનુ.જાતિની વ્યક્તિને ન.પા. પ્રમુખ બનવા મળેલી તકઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશ પ્રશાસનનો પણ માનવામાં આવી રહેલો આભાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.19: દીવ નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા શ્રીમતી હેમલતાબેન સોલંકીના અભિવાદન માટે દમણ અને દાદરા નગર હવેલીના અનુ.જાતિ અને જનજાતિનો સમુદાય ઘેલો બન્યો છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના 500 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત અનુ.જાતિના વ્યક્તિને નગરપાલિકાના પ્રમુખ બનવા મળેલા બહુમાન બદલ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશ પ્રશાસનનો પણ આભાર માનવામાં આવી રહ્યોછે.
આગામી તા.22મી જુલાઈના સાંજે 7 કલાકે ભામટી પ્રગતિ મંડળના કોમ્યુનિટી હોલ ખાતે શ્રીમતી હેમલતાબેન સોલંકીનો જાહેર સત્કાર સમારંભ યોજવામાં આવશે અને 23મી જુલાઈના સાંજે 4 વાગ્યે નરોલી ખાતે ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરાયું હોવાની જાણકારી દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ આપી છે.