Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ જિ.પં. શિક્ષણ સમિતિ ચેરમેન ભાજપના સભ્‍ય નિર્મળાબેન જાદવનો રાજીનામા બાદ રદીયો : કોંગ્રેસમાં જોડાઈ નથી

નિર્મળાબેનના રાજીનામાથી ભાજમપાં હાઈવોલ્‍ટેજ ડ્રામા સર્જાયો હતો : ત્રણ દિવસ બાદ તેઓ પ્રગટ થયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: તાજેતરમાં વલસાડ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન જિ.પં. ભાજપના સભ્‍ય શ્રીમતી નિર્મળાબેન જાદવએ શિક્ષણ સમિતિ ચેરમેન અને જિ.પં. સભ્‍ય પદેથી રાજીનામું આપ્‍યું હતું. જેને લઈ જિલ્લા ભાજપમાં હાઈવોલ્‍ટેજ ડ્રામા સર્જાયો હતો. ત્રણ દિવસ બાદ નિર્મળાબેન મીડિયાની સામે આવ્‍યા હતા અને રાજીનામું આપવાના કારણો અંગે ખુલાશો કરી જણાવ્‍યું હતું કે કોંગ્રેસમાં જોડાઈ હોવાની માત્ર અફવા છે. મેં એવો કોઈ પણ નિર્ણય લીધો નથી.
વલસાડ જિ.પં. પરિસરમાં ગત તા.18મી જુલાઈએ રાજકીય હંગામો મચી ગયો હતો. મોટી કોરવડ સીટ ઉપર ભાજપની ટિકિટ ઉપર ચૂંટાયેલા નિર્મળાબેન કેશવભાઈ જાદવ સત્તાધારી ભાજપ શાસિત જિ.પં. શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે જવાબદારી સંભાળતા હતા પરંતુ એકાએક સોશિયલ મીડિયા દ્વારા રાજીનામું મોકલી આપતા ભાજપમાંભુકંપ છવાયો હતો. રાજીનામા બાદ નિર્મળાબેન ગુપ્તવાસમાં હતા. પક્ષ પણ સંપર્ક કરી શકતો નહોતો. બીજુ ધરમપુર પોલીસમાં ગુમ થયાની જાણ પણ કરાઈ હતી. ત્રણ દિવસના સમય બાદ નિર્મળાબેન જાહેરમાં આવ્‍યા હતા અને મીડિયાને જણાવ્‍યું હતું કે, રાજીનામું આપવાનું કારણ પતિનો ત્રાસ તથા સ્‍થાનિક પાર રિવર લીંક આંદોલનને ગણાવ્‍યું હતું અને તેઓએ સ્‍પષ્‍ટતા પણ કરી હતી કે હું હજું સુધી કોંગ્રેસમાં જોડાઈ નથી. આ બધી અફવાઓ છે.

Related posts

વાપી સ્‍ટાર્ટઅપ સમુદાય દ્વારા વુમન એચીવર્સ એવોર્ડ કાર્યક્રમ યોજાયો: જુદા જુદા ક્ષેત્રની સફળ 8 મહિલાઓને સન્‍માનિત કરાઈ

vartmanpravah

નર્સિગ કોલેજ સ્ટેટ હોસ્પિટલ ધરમપુર ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા નિઃશુલ્‍ક 23મો મોતિયા ઓપરેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

દાનહ રમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ચેસ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ભાજપના મિશન શંખનાદનો આરંભઃ દમણ ખાતે યોજાઈ કાર્યશાળા

vartmanpravah

કપરાડાના પાનસ ગામથી નાનાપોંઢા પોલીસે જુગારીઓ ઝડપ્‍યા

vartmanpravah

Leave a Comment