નિકુંજભાઈ ભાવસાર ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર હેઠળ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: વાપી જી.આઈ.ડી.સી. જી.ઈ.બી.માં જુનિયર એન્જીનીયર ગત મોડી રાત્રે વાપીથી કારમાં વલસાડ જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર પારડી હાઈવે ઓવરબ્રિજ ઉપર ડિવાઈડર કુદી પોલ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર વાપી જી.આઈ.ડી.સી. જી.ઈ.બી.માં જુનિયર એન્જીનીયર તરીકે ફરજ બજાવતા નિકુંજભાઈ પી. ભાવસાર રહે.અબ્રામા સાંઈરીવર સોસાયટી વલસાડ બુધવારે મોડી રાતે ફરજ પુરી કરી નિકુંજભાઈ તેમની અલ્ટો કાર નં.જીજે 15 સીએફ 7331 માં વલસાડ જઈ રહ્યા હતા ત્યારે પારડી હાઈવે ઓવરબ્રિજ ઉપર તેમની કાર ડિવાઈડર કુદી વીજપોલને અથડાતા ગંભીર અકસ્માતમાં તેઓ ઘાયલ થયા હતા. 108માં નજીકની કુરેશી હોસ્પિટલામં સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માત અંગે તેમણે કોઈ પોલીસફરિયાદ નોંધાવી નહોતી.