Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડ

‘વિશ્વ મત્‍સ્‍યોદ્યોગ દિવસ’ નિમિત્તે અમદાવાદ ખાતે યોજાયેલ ‘ગ્‍લોબલ ફિશરીઝ કોન્‍ફરન્‍સ ઈન્‍ડિયા-2023’નું દીવ વણાંકબારાના માછીમારોએ નિહાળેલું જીવંત પ્રસારણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.21: આજે ‘વિશ્વ મત્‍સ્‍યોદ્યોગ દિવસ નિમિત્તે’ માછીમારો માટે અમદાવાદ સાયન્‍સ સિટી ખાતે ‘ગ્‍લોબલ ફિશરીઝ કોન્‍ફરન્‍સ ઈન્‍ડિયા-2023’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનું જીવંત પ્રસારણ દીવના માછીમારો નિહાળી શકે તે માટે દીવ જિલ્લા ફિશરીઝ વિભાગ દ્વારા વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. આ અવસરે દીવના વણાંકબારા શ્રી મહાસાગર ફિશરીઝ કો.-ઓપરેટીવ સોસાયટી લીમિટેડના હોલ ખાતે સવારે દશ(10) કલાકે માછીમારો માટે અમદાવાદ સાયન્‍સ સીટી ખાતે આયોજિત ‘ગ્‍લોબલ ફિશરીઝ કોન્‍ફરન્‍સ ઈન્‍ડિયા-2023’નું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્‍યું હતું. આ પ્રસારણ નિહાળવા મોટી સંખ્‍યામાં વણાંકબારાના માછીમારો એકત્રિત થયા હતા.
અમદાવાદ ખાતે આયોજિત આ ગ્‍લોબલ ફિશરીઝ કોન્‍ફરન્‍સમાં ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ સહિત કેન્‍દ્રીય મત્‍સ્‍ય પાલન મંત્રી શ્રી પરુષોત્તમરૂપાલા અને વિશ્વના 10 દેશના પ્રતિનિધિ મંડળો અને ફિશરીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ, તેમજ ભારતના અન્‍ય રાજ્‍યોના મંત્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ કોન્‍ફરન્‍સ દરમિયાન ભારતના કેન્‍દ્રીય મત્‍સ્‍ય પાલન મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ માછીમારોના હિતાર્થે સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. આ અવસરે દીવના માછીમારોએ પણ પોતાની ભાગીદારી નોંધાવી જરૂરી માહિતી મેળવી હતી જે ભવિષ્‍યમાં તેઓને ઉપયોગી નિવડશે.

Related posts

મોતીવાડા બ્રિજ પર બાઈકને કારે અડફેટમાં લેતા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત

vartmanpravah

સામાજિક ઉત્થાન અને સદ્દભાવના કાર્યક્રમોમાં રાજ્ય સરકાર દ્વારા હંમેશા મદદરૂપ બનવાની ખાતરી આપતા મુખ્યમંત્રી

vartmanpravah

દાનહમાં 04 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

દમણમાં જિલ્લા સ્‍તરીય પ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

દીવ જિલ્લાની આંગણવાડીઓમાં હવેથી લાભાર્થીઓને બાલશક્‍તિ તેમજ માતૃશક્‍તિ મિશ્રણ આપવામાં આવશે

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં ટીચર્સ વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment