October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં સ્‍વાસ્‍થ્‍ય ક્ષેત્રે કાર્યરત એન.જી.ઓ. મેડીમિત્રના 5મા સ્‍થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

સર્વાઈકલ કેન્‍સર ઉપચાર માટે બાળકીઓને રૂા.45 લાખના
ખર્ચે ટિકાકરણનો સંકલ્‍પ લેવાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપીમાં સ્‍વાસ્‍થ્‍ય ક્ષેત્રે છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત મેડીમિત્ર એન.જી.ઓ.એ સફળતાપૂર્વક પાંચ વર્ષ પુરા કર્યા તેથી આજે રવિવારે 5મા સ્‍થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વાપીના મીરા બેક્‍યુટ હોલમાં આયોજીત કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેલાવી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલ, પાલિકા પ્રમુખ પંકજ પટેલ, મેડીમિત્ર સંસ્‍થાના સંરક્ષક રાજેશ દુગ્‍ગડે દિપ પ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્‍યો હતો. સંસ્‍થા દ્વારા સ્‍વાસ્‍થ્‍ય શિબિર, કોરોના સમયમાં ખાધ્‍ય સામગ્રી વિતરણ, શહેરમાં કાર્યરત હોમિયોપેથિક દવાખાના અંગેની માહિતી આપવામાં આવી હતી. મેડીમિત્ર મહિલા કાર્યકર્તાઓએ સર્વાઈકલ કેન્‍સરની જાગૃતિ માટે નુક્કડ નાટકનું પ્રભાવી મંચન કર્યું હતું. સર્વાઈકલ કેન્‍સર અંગે ડો.સિધ્‍ધાર્થ નાગસેતે નિયમિત દિનચર્યા ખોરાકનું ખાસ ધ્‍યાન રાખવું જરૂરી છે. હોમિયોપોથી તબીબ ડો.પૂજા શાહે પ્રભાવી માર્ગદર્શન આપ્‍યું હતું. આગામી સમયે બાળકીઓને 45 લાખના ખર્ચે ટિકાકરણ રાહત દરે કરવામાં આવશે. જેમાં પાલિકા અને વી.આઈ.એ. સહયોગ આપશે. સંસ્‍થાના સહયોગીઓને આ પ્રસંગે સ્‍મૃતિ ચિન્‍હ ભેટ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

Related posts

વાપી કબ્રસ્‍તાન રોડ ઉપર રખડતા કૂતરાઓનો ભયાનક ત્રાસઃ રાત્રિના સમયે ટુ વ્‍હીલર ઉપર આવતા રાહદારીઓ માટે ત્રાસજનક

vartmanpravah

..હવે દાનહના રખોલી સ્‍થિત ભિલોસા કંપનીના કર્મચારી-કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાળ

vartmanpravah

દાદરાથી છ જુગારીઓની દાનહ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

દાનહના સામરવરણી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

ઉમરગામ તાલુકા ભાજપા મહિલા સંગઠન દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસની કરેલી ઉજવણી

vartmanpravah

ધરમપુરની એસઅમએસએમ હાઈસ્‍કૂલમાં જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના હસ્‍તે સેલ્‍ફ ડિફેન્‍સ તાલીમનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment