Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

કપરાડામાં ખેતી અને પશુસંવર્ધન માટે 31 પશુધન દાનમાં અપાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25
કપરાડાના નિલોસી ગામમાં જાયન્‍ટ્‍સ ગ્રૂપ ઓફ વલસાડ દ્વારા ગૌદાન કાર્યક્રમ હેઠળ કુલ 31 વાછરડી, વાછરડા અને પાડા પશુપાલન, ખેતી તેમજ પશુસંવર્ધન માટે લોકોને આપ્‍યા હતા.
શ્રી લાલજી વેલજી શાહ ગૌશાળા તથા વલસાડ પાંજરાપોળના ટ્રસ્‍ટી અનિશભાઈ શેઠિયાના સહકારથી જાયન્‍ટ્‍સ ગ્રૂપ ઓફ વલસાડના પ્રમુખ ડૉ. આશાબેન ગોહિલે કાર્યક્રમના પ્રોજેકટ ચેરપર્સન તરીકે કામગીરી કરી હતી. પહાડી અંતરિયાળ વિસ્‍તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને આ 49માં કાર્યક્રમમાં 31 પશુ ખેતી તથા પશુસંવર્ધન માટે આપવામાં આવ્‍યા હતા. દૂધ ઉત્‍પાદન થકી તેઓને રોજગારી પણ મળી રહેશે. આ સાથે કુલ આંકડો 1277 પર પહોંચ્‍યો છે. જેમાં પ્રથમવાર પાડા આપવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં નીલોસી ગામના સરપંચ છગનભાઈ, કલ્‍પેશભાઈ, અમરતભાઈ, ફૂલજીભાઈનો તથા ગૌશાળાના ગજેન્‍દ્રભાઈએ સહકાર આપ્‍યોહતો.

Related posts

વલસાડ વિભાગીય નિયામક અને પાંચ ડેપો મેનેજરની પ્રથમ વાર સામૂહિક બદલી

vartmanpravah

સેલવાસની ડો. એપીજે અબ્‍દુલ કલામ કોલેજમાં ‘મેરી માટી, મેરા દેશ’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં બુધવારે દેવકાના ‘નમો પથ’ ઉપર સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં 4000 કરતા વધુ લોકો યોગ સાધના કરશે

vartmanpravah

કપરાડા-નાસિક રોડ ઉપરથી મૃત પશુઓ ભરેલ કન્‍ટેનર ઝડપાયું

vartmanpravah

નવસારી જિલ્લા સેવા સદન ખાતે મોરબીમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલા દિવંગતોને પ્રાર્થના સભા યોજી શ્રધ્‍ધાંજલિ આપી

vartmanpravah

દમણ બાર એસોસિએશનના સંયુક્‍ત પ્રયાસથી દમણ કોર્ટ પરિસરમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment