October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી ભાજપ સંગઠને ગુંજન વંદેમાતરમ્‌ ચોકમાં હાય હાયના નારા સાથે અધીર રંજનના પૂતળાનું દહન કર્યું

નવા બિરાજમાન થયેલ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કોંગ્રેસ સાંસદ અધીર રંજને રાષ્‍ટ્રપતિના બદલે રાષ્‍ટ્રપત્‍નીની ટિપ્‍પણી વિરૂધ્‍ધ ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28
હાલમાં બિરાજમાન થયેલ મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માટે કોંગ્રેસના સાંસદ અધીર રંજને રાષ્‍ટ્રપતિની જગ્‍યાએ રાષ્‍ટ્રપત્‍નની ટિપ્‍પણી કરતા ભાજપમાં મામલો બિચકાયો હતો. જેના પ્રત્‍યાઘાત આજે ગુરૂવારે દેશભરમાં પડયા હતા. ઠેર-ઠેર ભાજપના કાર્યકરોએ સાંસદ અધીર રંજનના પૂતળા બાળી સોનિયા ગાંધી હાય હાય ના નારાઓ ગાજ્‍યા હતા. જે અંતર્ગત વલસાડ જિલ્લાના શહેરોમાં અધીર રંજનના પુતળા દહનના કાર્યક્રમ યોજાયા હતા. વાપી શહેર અને નોટિફાઈડ ભાજપ દ્વારા સાંજના 4 કલાકે વાપી જીઆઈડીસી ગુંજન ‘વંદે માતરમ્‌’ ચોકમાં ભાજપના કાર્યકરોએ અધીર રંજનનું પૂતળું બાળી હાય હાય ના નારા સાથે દેખાવો યોજ્‍યા હતા.
વાપી ગુંજનમાં યોજાયેલ પુતળા દહન કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. કોંગ્રેસ સાંસદ અધીર રંજનનું પૂતળું બાળી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું. સોનિયા ગાંધી હાય હાયના નારા સાથે અધીર રંજન માફી માંગે જેવાસૂત્રોચ્‍ચાર કાર્યકરોએ કર્યા હતા. વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી શિલ્‍પે દેસાઈ, વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષ પટેલ, પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, ઉપપ્રમુખ અભય શાહ સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. જીઆઈડીસી પોલીસ જવાનો ખડે પગે રહ્યા હતા તેઓએ પુતળાને ઝૂંટવી સુરક્ષિત સ્‍થાને લઈ જઈ બુઝાવી દીધું હતું.

Related posts

ચીખલીના થાલા ગામે પરિવાર લગ્ન પ્રસંગમાં ગયોને ઘરેથી ઘરેણાં ભરેલ ડબ્‍બો ચોરાયો

vartmanpravah

ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી અક્ષય રાજપૂતની કાર્યશૈલીથી સમગ્ર તાલુકો ત્રસ્‍ત

vartmanpravah

જીએનએલયુ સેલવાસ કેમ્‍પસ ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે કોમન લૉ એડમિશન ટેસ્‍ટ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લાના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા ડેન્‍ગ્‍યુના નિવારણ અને નિયંત્રણ અંગે જાગૃતિ વધારવા માટે સેમિનાર યોજાયો

vartmanpravah

ચીખલીના રાનવેરીકલ્લા – રાનવેરી ખુર્દમાં મુખ્ય માર્ગને અડીને નમી ગયેલા વીજપોલ અને ઝુલતી વીજ લાઈન જાખમી

vartmanpravah

સેલવાસની ખાનગી શાળાના સંગીત શિક્ષકે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

Leave a Comment