કુ. પર્લ રાઠોડ અને પરિવારનું પુષ્પગુચ્છથી કરેલું સન્માનઃ ઉજ્જવળ ભવિષ્યની આપેલી શુભકામના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.28: સી.બી.એસ.ઈ. બોર્ડના જાહેર થયેલા પરિણામમાં કોસ્ટગાર્ડ પબ્લિક સ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં કુ. પર્લ રાજેશ રાઠોડ 96.40 ટકા ગુણાંક મેળવી પ્રથમ આવી છે. કુ. પર્લ રાજેશ રાઠોડે મેળવેલી સિદ્ધિથી પરિવાર, સમાજ અને સમગ્ર દમણ જિલ્લો ગૌરવાન્વિત બન્યો છે અને તેમને ઠેર ઠેરથી અભિનંદનો પણ આપવામાં આવી રહ્યા છે. ત્યારે આજે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્પી દમણિયાએ તેમની જિલ્લાની ટીમ સાથે કુમારી પર્લ રાઠોડ અને તેમના પરિવારને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા અને પર્લ રાઠોડના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.