December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કળિયુગમાં હવે ભગવાન પણ નથી રહ્યા સુરક્ષિત: ખુંટેજમાં એક જ રાતે ત્રણમંદિરના તાળા તૂટયા

ઘર ફોડ ચોરી બાદ હવે ચોરટાઓ મંદિરને ટાર્ગેટ કરી મંદિરમાં રાખવામાં આવેલ દાન પેટી તોડી ચોરી કરવા લાગ્‍યા છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.01: પારડી તાલુકાના ખુંટેજ ગામમાં આવેલ મંદિર ફળિયામાં અમરનાથ મહાદેવ મંદિરના દરવાજાનો નકૂચો કોઈ સાધન વડે તોડી, જ્‍યારે જગત ફળિયામાં આવેલ જલારામ મંદિરમાં બહાર રાખવામાં આવેલ ચાવી વડે દરવાજો ખોલી અને ભગત ફળિયામાં પણ હનુમાનજીના મંદિરે બહાર રાખવામાં આવતી ચાવી વડે મંદિરનો દરવાજો ખોલી ત્રણેય મંદિરની દાનપેટી તોડી દાનપેટીમાં રાખવામાં આવતી દાનની રકમ આશરે હજાર રૂપિયા જેટલી રકમની ચોરી કરી ભાગી છુટયા હતા.
જોકે મંદિર ફળિયાના અમરનાથ મહાદેવ મંદિરમાં રાખવામાં આવેલ સીસીટીવીમાં રાત્રે 12:47 એ કોઈ અજાણ્‍યો ઈસમ કોઈક સાધન વડે મંદિરનો દરવાજો તોડી દાનપેટીને તોડી ચોરી કરતો સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.
આમ હવે કળિયુગમાં ભગવાન પણ સુરક્ષિત રહ્યા નથી અને કોઈપણ જાતના ડર વિના આવા ચોરટાઓ મંદિરને ટાર્ગેટ કરી બિન્‍દાસ ચોરી કરી રહ્યા છે.

Related posts

દમણ-દીવ પ્રદેશ ઈન્‍ટૂકના પ્રમુખ પદેથી તરંગભાઈ પટેલને બર્ખાસ્‍ત કરવાનો જારી કરેલો પ્રદેશ પ્રભારીએ આદેશ

vartmanpravah

સેલવાસ મામલતદાર દ્વારા વિવિધ ગ્રામ પંચાયતોમાં કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

દમણમાં યોજાનારી પંચાયતીરાજ પરિષદને યાદગાર બનાવવા માટે પ્રદેશ ભાજપનું મનોમંથન

vartmanpravah

વલસાડમાં મજબુદાર પરિવારે વૃદ્ધ માતાના મૃત્‍યુ બાદ દેહ દાન કરી મિશાલ પુરી પાડી

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન સંદર્ભે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાનો વરસાદ

vartmanpravah

Leave a Comment