October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાની સરકારી વિનયન કોલેજમાં વોલીબોલ સ્‍પર્ધા યોજાઈ

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.31: કપરાડા તાલુકાની સરકારી વિનયન કોલેજ ખાતે અમૃત મહોત્‍સવ પર યુવા સંકલ્‍પ-શ્રેષ્ઠ ભારત કે પંચ પ્રકલ્‍પ યોજનાની ફીટ ઈન્‍ડિયા (રમતગમત તેમજ ખેલકૂદને ઉત્તેજન) અતંર્ગત વોલીબોલ સ્‍પર્ધાનું આયોજન કોલેજ કેમ્‍પસમાં કરવામાં આવ્‍યું હતું. જેમાં કોલેજના પી.ટી.આઈ.એસ.એન. ટંડેલે પધારેલ ખેલાડી ભાઈઓ અને ગ્રામજનોને શાળા/કોલેજોમાં શૈક્ષણિક ઉપરાંતની ઈતર પ્રવૃત્તિ વિશે માહિતી આપી હતી. વાલી તરીકે રમતગમતની પ્રવૃત્તિમાં ભાગ લેવા અને પ્રોત્‍સાહન આપવા પણ તેમણે અપીલ કરી હતી. તંદુરસ્‍ત, સ્‍વથ્‍ય અને નિરોગી રહેવા માટે યોગ્‍ય જીવનશૈલી અને સમતોલ આહાર વિશે પણ તેમણે જણાવ્‍યું હતું. આ કાર્યક્રમ અતંર્ગત વોલીબોલ સ્‍પર્ધામાં કપરાડા ગામની ટીમ વિજેતા રહી અને સરકારી વિનયન કોલેજ, કપરાડાનીટીમ ઉપવિજેતા રહી હતી. કોલેજના પ્રા. એમ.પી. પટેલના હસ્‍તે બન્ને ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્ય ડૉ. ડી.એન. દેવરીના માર્ગદર્શન હેઠળ ફીટ ઈન્‍ડિયાના કન્‍વીનર એસ.એન. ટંડેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

‘વિશ્વ વસતી દિવસ’ નિમિતે દાદરા નગર હવેલી સ્‍કાઉટ ગાઈડ દ્વારા ચિત્રકામ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ધરમપુરમાં સ્‍વામી વિવેકાનંદજીની 161મી જન્‍મજયંતીની રંગેચંગે ઉજવણી

vartmanpravah

વાપીમાં ભાનુશાલી સમાજનું મહાસંમેલન યોજાયું: દક્ષિણ ગુજરાતના 13 ભાનુશાલી મંડળે ભાગ લીધો

vartmanpravah

દાનહમાં છેલ્લા 24 કલાક દરમિયાન પાંચ ઈંચથી વધુ વરસાદ બાખક્‍યો

vartmanpravah

ચીખલીના ઘેજ ગામે કપિરાજ પાંજરે પુરાતા સ્‍થાનિકોમાં રાહત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નાગવા ખાતેના G20ના પ્રતિનિધિઓના આવાસ સ્થળની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment