October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી એલસીબી પોલીસે ચીખલી હાઈવે પરથી દારૂ ભરેલ પીકઅપ સાથે એકની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: નવસારી એલસીબી પોલીસની ટીમ ચીખલી વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમ્‍યાન બાતમી મળી હતી કે એક મહેન્‍દ્ર પિકઅપ ટેમ્‍પો નં-જીજે-19-વાય-8772 માં ઈગ્‍લીશ દારૂનો જથ્‍થો ભરી સુરત તરફ જનાર છે. જે હકીકત બાતમીના આધારે નવસારી એલસીબી પોલીસે આલીપોર ગામે શિવકળપા હોટલ સામે ને.હા.નં-48 મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી. દરમ્‍યાન બાતમી મુજબની પિકઅપ આવતા જેને રોકી તલાસી લેતા અંદરથી વિદેશી દારૂ તેમજ ટીન-બિયરની નાની-મોટીબોટલ નંગ-3192 કિ.રૂ.4,92,240/- નો જથ્‍થો ઝડપી પાડી મહેન્‍દ્ર પિકઅપ ટેમ્‍પો કિ.રૂ.7-લાખ, એક મોબાઇલ કિ.રૂ.1000/- મળી કુલ્લે રૂ.11,30,240/- નો મુદ્દામાલ કબ્‍જે કરી પીકઅપ ટેમ્‍પો ચાલક સચિન અશોકભાઈ પટેલ (ઉ.વ-26) (રહે.સી-104 જે જે કોમ્‍પ્‍લેક્ષ વરેલી કડોદરા તા.પલસાણા જી.સુરત) (મૂળ રહે.રુસુલપુર ગામ થાણા મેજરગંજ જી.સીતામઢી, બિહાર) ની ધરપકડ કરી હતી. જ્‍યારે મિતેષ મિશ્રા (રહે.બારડોલી) ને પોલીસ ચોપડે વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસ કરી રહી છે.

Related posts

જૈન સમાજની પ્રખ્‍યાત ‘જીટો’ નામની સંસ્‍થાની નવસારી ખાતે સ્‍થાપના કરાઈ

vartmanpravah

ચીખલીના સાદકપોર ગામે જમીનના અભાવે આંગણવાડીના ભૂલકાંઓ ઘરના ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબૂર

vartmanpravah

દાનહના ખાનવેલ ખાતે ગૌવંશને બેહોશ કરી પિકઅપ ટેમ્‍પોમાં લઈ જતા ગૌ તસ્‍કરો સીસીટીવી કેમેરામાં ઝડપાતા પંથકમાં આક્રોશ

vartmanpravah

સંઘપ્રદેશમાં નવતર રીતે પ્રવેશોત્‍સવની ઉજવણી કરવા શરૂ થયેલી કવાયતઃ દાનહના ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ સાથે શિક્ષણ નિર્દેશકે કરેલો સંવાદ

vartmanpravah

સાંબેલાધાર વરસાદથી સેલવાસ જળબંબાકાર

vartmanpravah

સેલવાસ મામલતદારની ટીમે મોરખલમાં ગેરકાયદેસર માટી ખનન કરનારાઓ સામે કરેલી કાર્યવાહી

vartmanpravah

Leave a Comment