September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

અમદાવાદ બરવાળા લઠ્ઠાકાંડ પ્રકરણ અંતર્ગત વાપી પોલીસે મિથેલોનના ઉપયોગ કરતા ઉદ્યોગપતિઓ સાથે મીટિંગ યોજી

વી.આઈ.એ.માં એ.એસ.પી. શ્રીપાલના નેતૃત્‍વમાં યોજાયેલ ખાસ બેઠકમાં 70 ઉપરાંત મિથેલોન વાપરતા ઉદ્યોગપતિ ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29
તાજેતરમાં અમદાવાજ જિલ્લાના બરવાળા સહિત 10 જેટલા ગામોમાં ઝેરી દારૂ(લઠ્ઠો) પિનારા 50 ઉપરાંત ઈસમોના મૃત્‍યુ અને 80 ઉપરાંત હાલ સારવાર હેઠળની ઘટનાએ સમગ્ર ગુજરાત અને સરકારને હચમચાવી દીધી છે. સમગ્ર વહિવટી તંત્ર અને પોલીસ લઠ્ઠાકાંડ બાદ એક્‍શનમાં આવી ચૂકેલ છે. તે અંતર્ગત આજે શુક્રવારે વી.આઈ.એ.માં વાપી વિભાગના નાયબ પોલીસ વડા શ્રીપાલ શેષ અને પોલીસ અધિકારીઓએ વાપી ઓદ્યોગિકવસાહતમાં મિથેનોલ વાપરતા યુનિટના 70 જેટલા ઉદ્યોગપતિઓ સાથે મીટિંગ યોજાઈ હતી.
વાપીમાં ફાર્માસ્‍યુટીકલ ઉદ્યોગના અનેક યુનિટ હોવાથી જેનાથી લઠ્ઠો (ઝેરી દારૂ) બની શકે તેવું રાસાયણિક સોલવન્‍ટ મિથેનોલનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે ત્‍યારે ભવિષ્‍યમાં બરવાળા લઠ્ઠાકાંડ જેવી કોઈ દુર્ઘટના ના ઘટે તે માટે પોલીસે ઉદ્યોગપતિઓ સાથે વી.આઈ.એ. હોલમાં મીટિંગ યોજી હતી. પોલીસે ઉદ્યોગપતિઓને મિથેનોલનો વપરાશ સ્‍ટોક અને ઉત્‍પાદનની તમામ રેકર્ડ રાખવો પડશે તેવી જરૂરી ચર્ચા અને સુચન મીટિંગમાં પોલીસે કર્યા હતા. બરવાળા લઠ્ઠાકાંડ બાદ વલસાડ જિલ્લા પોલીસ એક્‍શનમાં આવી ગઈ છે. ઠેર ઠેર દેશી દારૂની ભઠ્ઠીઓ અને બુટલેગરોને પકડવા માટે અભિયાન પોલીસ દ્વારા સખત ચલાવાઈ રહ્યું છે.

Related posts

વન વિભાગ દ્વારા દમણમાં ‘વિશ્વ મેંગ્રોવ દિવસ’ની કરાયેલીઉજવણી

vartmanpravah

વલસાડના દુલસાડમાં ઘાસ લઈ જતા ટેમ્‍પામાં વીજતાર અડતા લાગી આગ

vartmanpravah

વલસાડના સરકારી પુસ્‍તકાલય ખાતે પુસ્‍તક પ્રદર્શન યોજાયું

vartmanpravah

શ્રી સ્વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્કૂલ સલવાવના વિદ્યાર્થીઓની ધોરણ ૧૨ કોમર્સની બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સિધ્ધિ

vartmanpravah

વલસાડ અબ્રામામાં આર.એન. સૃષ્‍ટિ સોસાયટીમાં તસ્‍કરોનો તરખાટ : ચાર મકાનના તાળા તોડયા

vartmanpravah

ચીખલીના વાંઝણા નાયકીવાડ પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા તોડી નંખાયા બાદ નવા ઓરડાઓનું બાંધકામ નહીં કરાતા બાળકો ગામના ચર્ચમાં અભ્‍યાસ કરવા મજબુર

vartmanpravah

Leave a Comment