Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પોતાની ધર્મપત્‍ની સાથે દમણ જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં પ્રત્‍યક્ષ જઈ પોષણ કિટનું કરેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19: દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે તેમના ધર્મત્‍ની શ્રીમતી તરૂણાબેન પટેલ જોડે દમણ જિલ્લાની વિવિધ આંગણવાડીઓની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે નાની દમણની છપલી શેરી, ડોરી કડૈયા અને દમણવાડાની આંગણવાડીની પ્રત્‍યક્ષ મુલાકાત કરીને પોષણ કિટ વહેંચી હતી અને બાળકોને ચોકલેટ વિતરણ કરી હતી.
સાંસદ શ્રી લાલુભાઈ પટેલ આંગણવાડી મુલાકાત દરમિયાન તેઓ આંગણવાડીઓની વિવિધ સમસ્‍યાઓથી પણમાહિતગાર થયા હતા અને સમસ્‍યાઓનો સ્‍થળ ઉપર જ ઉકેલ લાવવા સહયોગ આપવાનું આશ્વાસન આપ્‍યું હતું. આ મુલાકાત દરમિયાન સાંસદશ્રીના ધર્મપત્‍ની સહિત પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશ આગરિયા, પ્રદેશ ભાજપ મીડિયા સંયોક શ્રી મજીદ લધાણી, દમણ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજીવ ભટ્ટ અને દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવી ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સાયલીમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

તીઘરા હાઈવે પર કન્‍ટેનરની અડફેટે ત્રિપલ સવાર બાઈક પેકી એકનું મોત, બે ઘાયલ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોવિડ- ૧૯ રસીકરણ મેગા કેમ્‍પને સુંદર પ્રતિસાદ: ૯૬૪૮ વ્‍યક્‍તિઓનું રસીકરણ કરાયું

vartmanpravah

તા.૨૯મીએ વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક મળશે

vartmanpravah

સ્‍વચ્‍છતા આંદોલન દ્વારા ફક્‍ત આપણે આપણા પ્રદેશનો જ નહીં પરંતુ દેશનો ચહેરો બદલીશું : સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment