October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની માત્ર દોઢ વર્ષની બાળકીએ મોડેલિંગ અને એક્‍ટિંગમાં વલસાડનું નામ રોશન કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: વલસાડ શહેરની માત્ર દોઢ વર્ષની બાળકી શિક્ષા શર્માએ મોડેલિંગ અને એક્‍ટિંગમાં વલસાડ શહેર અને પરિવારનું ગૌરવ વધાર્યુ છે. અગ્રવાલ પ્રોડક્‍શન હાઉસ દ્વારા આયોજીત વલસાડના ઓડિશનમાં શિક્ષા વિજેતા બની હતી. ત્‍યાર બાદ રાજસ્‍થાનના જયપુરમાં યોજાયેલા 3 દિવસીય ત્‍ઁફુર્શીઁત વ્‍ંષ્ટ ળંફુફૂશ્ર તફૂતતશંઁ-6 માં લિટલ ચેમ્‍પ્‍સ કેટેગરીમાં ટોપ મોડલ તરીકે નવાજવામાં આવી છે. ગ્રાન્‍ડ ફિનાલેમાં વિભિન્ન રાજ્‍યના બાળકોએ ભાગ લીધો હતો. જે 3 દિવસ સુધી ચાલ્‍યો હતો. જેમાં સ્‍વાગત, ટેલેન્‍ટ રાઉન્‍ડ, ગ્રુમિંગ રાઉન્‍ડ, પૂલ શૂટ, પોર્ટફોલિયો શૂટ અને અંતે રેમ્‍પ વોકસફળતાપૂર્વક થયું હતું. આકાશ મિત્તલ, બિંદિયા મિત્તલ, કાજલ ખિજાર, હુસૈન, ખેમંત શર્મા, મોહિત રસ્‍તોગી, નિક મહલ, રજત માલી તેમજ બધા સ્‍પર્ધકો, દર્શકોએ શો ને સફળ બનાવ્‍યો હતો.
જજીસ તરીકે કરણ વિગ અને કૈથ જેક્‍સન એ નિષ્‍પક્ષ પરિણામ સાથે વિજેતાઓનો ઉત્‍સાહ વધાર્યો હતો. શિક્ષા શર્માને અને તેના પરિવારને શુભેચ્‍છા પાઠવી ઉજ્જવળ ભવિષ્‍યની કામના કરી હતી. ટૂંક સમયમાં આ કાર્યક્રમ નેશનલ ટીવી પર પ્રસારિત થશે.

Related posts

નવસારી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

ગ્રાહકના સ્‍વાંગમાં આવેલ બે મહિલાએ કરી દુકાન માલિક સાથે છેતરપિંડી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકો માટે પાંચ દિવસીય વૈદિક ગણિત તાલીમનો પ્રારંભ

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘વિશ્વ માતૃભાષા દિવસ”ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

કવાલ ગામે ગ્રામ પંચાયત તેમજ આંગણવાડીનું મકાન બનાવાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.13 અને 14 એપ્રિલના રોજ કમોસમી વરસાદ પડવાની આગાહી

vartmanpravah

Leave a Comment