(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2023 માં લેવાયેલી પરીક્ષાનું તારીખ 25.05.23 ગુરુવારના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ, સલવાવ (ગ્રાન્ટેડ)ના 61 જેટલાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં પ્રથમ ક્રમે જેનિકા મહેન્દ્રકુમાર પટેલ 98.66 પીઆર, દ્વિતીય ક્રમે આકાંક્ષા ધનસુખભાઈ પટેલ 98.60 પીઆર, ત્રીજા ક્રમે ટવેન્સી ભરત પટેલ 97.85 પીઆર સાથેઉત્તીર્ણ રહી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.
આવી ઝળહળતી સિધ્ધી બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક પૂજ્ય સ્વામી પૂરાણી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય પુરાણી કપિલ જીવનદાસજી, પૂજ્ય રામસ્વામીજી, ટ્રસ્ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, શ્રીમતી જયશ્રીબેન સોડવડિયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડો.શૈલેશ વી. લુહાર, કેમ્પસ ડીરેક્ટર શ્રી હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યાશ્રી દક્ષાબેન પટેલ અને શાળા પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2023/05/Salvav-B-960x432.jpg)