September 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડ

વાપીની બિલખાડીમાં ફરી પ્રદૂષિત રંગીન પાણી વહેતુ થયું: જી.પી.સી.બી. દ્વારા પ્રદૂષણ નજર અંદાજ કેમ?

સામાન્‍ય કસુરોમાં શોકોઝ અને દંડની કાર્યવાહી પણ અસલી પ્રદૂષણ ફેલાવતા યુનિટોની થતી આળપંપાળ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાપી ઔદ્યોગિક વસાહત વચ્‍ચેથી વહેતી બિલખાડી દિન દહાડે અવારનવાર પ્રદૂષિત થતી આવી છે એમ કહી શકાય તો ખોટું નથી. ‘‘રામ તેરી ગંગા મેલી” જેવા હાલ બેહાલ બિલખાડીના થતા આવ્‍યા છે. આજે ગુરુવારે વધુ એક વાર બિલખાડી પ્રદૂષિત થઈ રંગીન પાણી ઉઘાડે છોગે વહી રહ્યું છે. જી.પી.સી.બી.ની જવાબદારી પ્રદૂષણ નિયંત્રણની છે પણ જી.પી.સી.બી. વાપી વસાહત ઉપર મહેરબાન છે તેથી બિલખાડીમાં અવારનવાર રંગીન પ્રદૂષિત પાણી કોઈ શેહ-શરમ કે કાયદાની ઐસી કી તૈસી ની જેમ વહેતુ રહ્યું છે. આ કાયમી વણ ઉકેલી સમસ્‍યા રહી છે.
વાપી વસાહતના અમુકયુનિટ સામાન્‍ય કસુરમાં શોકોઝ અને લાખોનો દંડના ભોગ બન્‍યાના દાખલા છે પરંતુ અસલી લીલા કરનારા હજુ સુધી જી.પી.સી.બી.ની પહોંચની બહાર છે. આવનારી પેઢી પ્રદૂષણનો ભોગ બની રહી છે છતાં પણ અંધેર નગરી ટકે શેર ભાજી ટકે શેર ખાજા જેવો ઘાટ વાપી માટે જગ જાહેર છે. જોવુ એ રહ્યું કે વારંવાર કલંકિત થતી આવેલી બિલખાડી ક્‍યારે નિર્મળ બને.

Related posts

રેલવે મંત્રાલયદ્વારા ચીખલીના કણભઈ, ફડવેલ, અગાસી અને રૂમલામાં ભુસાવલ-પાલઘર રેલવે પરિયોજના માટે સર્વે હાથ ધરાયો

vartmanpravah

દાનહમાં 05 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

યુઆઈએના પ્રમુખ તરીકે નરેશ બંથીયાની વરણી

vartmanpravah

વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતના દરિયાઈ ઉત્પાદનોની નિકાસ રૂ. ૫૭,૫૮૬.૪૮ કરોડના ઉચ્ચસ્તરે પહોંચી

vartmanpravah

રૂા.૪.૧૮ કરોડના ખર્ચે નવનિર્મિત વલસાડ એસટી ડેપોનું વાહન વ્યવહાર મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે લોકાર્પણ

vartmanpravah

વાપી-ઉદવાડા વચ્‍ચે પાવર કમ ટ્રાફિક બ્‍લોકને કારણે તા.05-06 ડિસેમ્‍બરે 8 ટ્રેનનો સમય પ્રભાવિત થશે

vartmanpravah

Leave a Comment