October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જી.આઈ.ડી.સી.માં પ્રથમવાર વિદેશની તર્જ પર કોબલ સ્‍ટોન રસ્‍તા બનશે

આર.સી.સી. કરતા 50 ટકા મજબુત 20 વર્ષનું આયુષ્‍ય ઓછો ખર્ચ : થર્ડ ફેઝમાં કામગીરી શરૂ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી જી.આઈ.ડી.સી.માં વારંવાર તૂટી જતા રોડોની સમસ્‍યાનો આગામી સમયે અંત આવશે. વિદેશમાં તૈયાર થતા રોડની જેમ કોબલ સ્‍ટોન (કુદરતી પથ્‍થર)ના રોજ બનાવવાની કામગીરીનો પ્રારંભ થઈ ગયો છે. થર્ડ ફેઝમાં પાયલોટ પ્રોજેક્‍ટ હાથ ધરાયો.
વાપી જી.આઈ.ડી.સી.માં દૈનિક હજારો વાહનો અવર જવર કરે છે. જેને લીધે ચોમાસા દરમિયાન રોડોની હાલત બિસ્‍માર્ક બની જતી હોય છે તેથી આર.સી.સી. રોડ બનાવાતા હતા પરંતુ તેનું પરિણામ પણ ધાર્યું મળ્‍યુ નથી તેથી આ સમસ્‍યાને નિવારવા માટે વિદેશમાં જે રીતે રસ્‍તાઓ તૈયાર કરવામાં આવે છે તેવા કોબલ સ્‍ટોનથી થર્ડફેઝમાં 3 હજાર ચો.મી. રોડ કોબલ સ્‍ટોનથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ આર.સી.સી. કરતા 50 ટકા વધુ મજબુત રોડ બને છે તેમજ આર.સી.સી. કરતા પણ પડતર નીચે આવે છે. અમરેલીમાં મળતો આ પથ્‍થરના રોડનું આયુષ્‍ય 20 વર્ષ કરતાં પણ વધુ છે. જરૂરીયાત પડે તો રોડ તોડવો પણ સરળ પડે છે. તેમજ કુદરતી પથ્‍થર હોવાથી ચોમાસામાં વાહનો પણ સ્‍લીપ ખાતા નથી. કોબલસ્‍ટોનને કટીંગ સરફેસ કરી રોડ ઉપર કેમિકલથી બેસાડવામાં આવે છે તેમજ આર.સી.સી. રોડ બનાવવા દિવસો વધુ લાગે છે ત્‍યારે કોબલ સ્‍ટોનનો રોડ 10 દિવસમાં ઝડપથી બની જાય છે. હાલ 90 લાખના ખર્ચે આ રોડ બની રહ્યો છે.

Related posts

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘એક મુઠ્ઠી અનાજ, હર ઘર પોદાર, હર ઘર અનાજ’ કાર્યક્રમનું આયોજન થયું

vartmanpravah

દાનહના ખરડપાડા ગામના યુવાન તરંગ એમ. જાદવ પી.એચ.ડી. થયા

vartmanpravah

શુક્રવારે મોટી દમણ ઝરીના બિરસા મુંડા ચોક ખાતે દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાની જયંતિની થનારી ઉજવણી

vartmanpravah

ચીખલી નેશનલ હાઈવે ઓવરબ્રિજ ઉપર અકસ્‍માત સર્જાતા હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી

vartmanpravah

વાપી વીઆઈએ ચાર રસ્‍તા ઉપર રાત્રે બાઈકમાં ભીષણ આગ લાગતા બાઈક ખાખઃ ચાલકનો ચમત્‍કારીક બચાવ

vartmanpravah

વાપી ચંડોરના મહિલા સરપંચ અને પતિ ફલેટ આકારણી પેટે 1 લાખની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

Leave a Comment