વલસાડ તા.વિકાસ અધિકારીની મહેન્દ્ર ચૌધરીની ધાનેરા ખાતે બદલી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17: રાજ્ય સરકાર દ્વારા આજે મંગળવારે તાલુકા વિકાસ અધિકારીઓ (ટી.ડી.ઓ.)ની સામુહિક બદલીના ઓર્ડર જારી કર્યા હતા. 26 તાલુકાના ટીડીઓની બદલી કરવામાં આવી હતી.
ટીડીઓની બદલીના દોરની વધુ વિગતો મુજબ વલસાડના ટીડીઓ મહેન્દ્ર ચૌધરીની બદલી ધાનેરા (બનાશકાંઠા) ખાતે કરવામાં આવી છે. જ્યારે તેમના સ્થાને રાજેશ ધનગરની નિમણૂંક કરાઈ છે. જ્યારે ગણદેવી ટીડીઓ ભાવનાબેન યાદવની બદલી ચીખલીમાં કરવામાં આવી છે. તે પ્રમાણે નવસારી, વલસાડ, ગણદેવી, ચીખલીના ટીડીઓની બદલીના હૂકમો કરવામાં આવ્યા હતા.