August 4, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસની હોરીઝોન હાઈટ્‍સ સોસાયટીના મુખ્‍ય ગેટ પાસે વાઇનશોપ ખોલવાનો રહિશોએ કરેલો વિરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : સેલવાસના હોરીઝોન હાઈટ્‍સ રેસિડન્‍ટ એસોસિએશન કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીના મુખ્‍ય ગેટ પાસે વાઇનશોપ ખોલવાના વિરોધમાં જિલ્લા કલેક્‍ટર અને નગરપાલિકા તથા પોલીસ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રહિશોએ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્‍યા મુજબ અમારી સોસાયટીના અંતર્ગત એક શોપમાં સોસાયટીની અનુમતિ વગર વાઇનશોપનો વ્‍યવસાય ચાલુ કરવામાં આવી રહ્યો છે, જે સોસાયટીના મુખ્‍ય ગેટ નજીક છે. આ સંદર્ભે સોસાયટી દ્વારા અગાઉ પણ આવેદન પત્ર આપવામાં આવ્‍યું હતું. મુખ્‍ય ગેટ પાસે દારૂની દુકાન આવવાથી સોસાયટીમાં રહેતા પરિવાર અને આજુબાજુના પરિવારો પર નકારાત્‍મક પ્રભાવ પડશે. આ દરેક પરિવારના બાળકો, વડીલ લોકો અને મહિલાઓ માટે ઘણી પીડાદાયક છે સાથે જ નજીકમાં રહેતા યુવા પેઢી માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. જે કારણથી સોસાયટીના ફલેટ અને દુકાનો તથા આસપાસની પ્રોપર્ટીનું મૂલ્‍યાંકન પણ ઓછું થઈ જશે, કારણ કે દારૂની દુકાનની આજુબાજુ કોઈપણ પરિવાર સાથે રહી શકે નહીં. અમારી સોસાયટીની સામે ભગવાન શ્રી હનુમાન મંદિર છે એવાપાવન ધાર્મિક જગ્‍યાની આજુબાજુ દારૂની દુકાન રહેવી જરા પણ ઉચિત નથી. તેથી આપને નિવેદન છે કે અમારા પરિવારની દરેક પ્રકારની સામાજીક અને આર્થિક સુરક્ષા, આરોગ્‍યને ધ્‍યાનમાં રાખી યોગ્‍ય કાર્યવાહી કરી આ વાઇનશોપને તાકિદે બંધ કરાવવામાં આવે અને સોસાયટી તથા આજુબાજુના પરિવારોના બાળકો વડીલો અને મહિલાઓને સુરક્ષિત કરવામાં આવે.

Related posts

વાપી નૂતનનગર સરદાર બાગમાં સ્‍થાપિત શ્રીજીનું અનંત ચૌદશે ભક્‍તિભાવ સાથે વિસર્જન કરાયું

vartmanpravah

ધરમપુરમાં ક્રાંતિકારી બિરસા મુંડાની જન્‍મજ્‍યંતીની ઉજવણી કરાઈ

vartmanpravah

ભિલાડ પોલીસ મથકના નવ નિયુક્‍ત પીએસઆઈ આર.પી.દોડીયાનુ એસ.આઈ.એ.ના અગ્રણી ઉદ્યોગપતિએ કરેલું સન્‍માન

vartmanpravah

નાની દમણ ખાતે એક 15 વર્ષિય સગીરા સાથે પડોશમાં જ રહેતા યુવાને કરેલું દુષ્‍કર્મઃ આરોપી ફરાર

vartmanpravah

વલસાડ ડુંગરી હાઈવે ઉપર ફિલ્‍મી ઢબે પોલીસે કારનો પીછો કરી લાખોનો ગાંજો ભરેલી કાર ઝડપી

vartmanpravah

દાનહમાં એક ઇંચથી વધુ વરસ્‍યો વરસાદ

vartmanpravah

Leave a Comment