April 29, 2024
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણવલસાડવાપી

રસ્‍તે ચાલીને જતા લોકો પાસેથી મોબાઈલ ઝૂંટવતા આરોપીઓની દમણ પોલીસે કરેલી ધરપકડ

આરોપીઓ પાસેથી એક મોબાઈલ ફોન અને એક બાઈક પોલીસે કબ્‍જે કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : ગત તા.22મી સપ્‍ટેમ્‍બરના રોજ નાની દમણના કડૈયા કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનમાં એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ રાત્રિના 9:00 વાગ્‍યાના અરસામાં નોકરી ઉપરથી ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન ડોરી કડૈયા રોડ પર બાઈક સવાર ત્રણ લોકોએ ફરિયાદીને વાતોમાં ભૂલાવીને તેનો ફોન છીનવી લઈને ભાગી ગયાહતા.
પ્રાપ્ત માહિતી મુજબ ડોરી કડૈયા રોડ ઉપર રાત્રિના 9:00 વાગ્‍યાના અરસામાં ફરિયાદી નોકરી ઉપર પરત તેમના ઘરે જઈ રહ્યા હતા તે સમયે બાઈક ઉપર આવેલા ત્રણ માણસોએ તેમને વાતોમાં ભૂલાવી દીધો હતો અને ત્‍યારબાદ તેની પાસેનો મોબાઈલ ફોન ઝૂંટવીને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ કડૈયા કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનમાં નોંધાવા પામી હતી.
પોલીસે આ કેસમાં આઈપીસીની 379, 356, આર/ડબ્‍લ્‍યુ 34 કલમ મુજબ ગુનો નોંધ્‍યો હતો. કેસની તપાસ દરમિયાન ટેકનિકલ વિશ્‍લેષણના આધારે એક પોલીસ ટીમનું ગઠન કરવામાં આવ્‍યું હતું અને મોબાઈલ ઝૂંટવનારા પ્રથમ આરોપીને દાભેલ, દમણથી ધરપકડ કરી હતી અને તેની પૂછતાછ કરતા તેણે બતાવેલા સાથીઓ જેઓ આ ગુનામાં સામેલ હતા, તેમાંથી એકને ગુજરાતના વડોલી અને બીજા આરોપી સાથીને ગુજરાતના કુંતા ખાતેથી ઝડપી પાડયો હતો. આ દરમિયાન ઝડપાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લીધેલ ગાડી પણ પોલીસે જપ્ત કરી છે.
ત્રણે આરોપીઓ સાથે બાઈક ઉપર ફરીને ઈન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં નોકરી કરનારા વ્‍યક્‍તિઓને ટારગેટ કરીને સુમસામ વિસ્‍તાર અને રાતના સમયે તેઓનું ધ્‍યાન ભટકાવીને ફોન ઝૂંટવી લેવાનું કામ કરતા હતા.
ધરપકડ કરાયેલા આરોપીઓ (1)કાઠમંડુ- રહે. પિલવસતુ, ઉત્તર પ્રદેશ (2)મોહમદ સહવાજ અંસાર- રહે. જમુઈ, બિહાર અને (3)બાબુ ભરવાડ – રહે.ભાવનગર, ગુજરાતનાઓ પાસેથી એક મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ નં. ડીડી-03 એન-0282 પણ પોલીસે જપ્ત કરી છે.

Related posts

પરિણામ નહીં મળે તો ચૂંટણી બહિષ્‍કારની ચિમકી સાથે: વલસાડ કાંઠા વિસ્‍તારના 12 ગામના લોકો રેતી ખનન મામલે મેદાને ઉતર્યા : રેલી કાઢી

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અને ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દમણ ભાજપ દ્વારા યોજાયેલી પ્રભાતફેરી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના સમગ્ર શિક્ષા અંતર્ગત કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા 257 શિક્ષકોને છૂટા કરાયા

vartmanpravah

ફણસામાં બનનાર રાળપટ્ટીમાં સૌ પ્રથમ શ્રી નેમિનાથ દાદાના ભવ્‍ય જિનાલયનું આજે ભૂમિપૂજન થશે

vartmanpravah

વાપી ચણોદ કોલોની અંબામાતા મંદિરે 108 દિપ પ્રાગટય સાથે શિવજીની મહાપૂજા કરાઈ

vartmanpravah

વાપી વિસ્‍તારમાં ભણતા 109 જેટલાં બાળકો વચ્‍ચે 3 અલગ અલગ ગૃપ બનાવીને ચેસ રમવાની હરીફાઈ રખાઈ

vartmanpravah

Leave a Comment