Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં રાંધા ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી અકાદમીનું કરાયેલું વાસ્‍તુપૂજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08: દાદરા નગર હવેલીના મોટા રાંધા ગામે જ્ઞાનદાયીની શ્રી સરસ્‍વતી માતા તેમજ ભારત માતાના આશીર્વાદથી નૂતન શૈક્ષણિક વર્ષ 2023થી વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંચાલિત નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી અકાદમી સૈનિક સ્‍કૂલનો પ્રારંભ થઈ રહ્યો છે. સંપૂર્ણ સમાજના સહયોગથી પ્રથમ ચરણમાં નિર્માણ પામેલ સૈનિક સ્‍કૂલના નવીન ભવન તેમજ રમત-ગમતના સંકુલનો વાસ્‍તુપૂજન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી અકાદમી મેનેજમેન્‍ટ કમિટીના સભ્‍યો, આર.એસ.એસ. સેલવાસ, વાપી અને વલસાડ સહિતના પ્રતિનિધિઓ તથા રાજકીય પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આજે વિશ્વ હૃદય દિવસઃ યુવા વર્ગમાં હાર્ટ એટેકનું વધતું જતું જોખમ ચિંતાજનકઃ જનજાગૃતિથી બચાવી શકાય છે જીવ

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે ઓપન હાઉસ ક્‍વિઝ સ્‍પર્ધા અને વ્‍યાખ્‍યાન યોજાયું: પ્રદૂષણ ફેલાવવાનું બંધ નહીં થશે તો બાળકોને ટિફિનમાં પાણીની સાથે આક્‍સિજનની પણ બોટલ આપવી પડશેઃ એજ્‍યુકેશન ઓફિસર

vartmanpravah

ચીખલી પોલીસે સુંઠવાડ ગામેથી દારૂ ભરેલ બોલેરો સાથે રૂ.૭.૨૭ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી

vartmanpravah

દાઉદી વ્‍હોરા સમાજના ધર્મગુરુ મુફદ્દલ સૈફુદ્દીન સૈયદ રાત્રે વાપી સ્‍ટેશનથી પસાર થવાના હોવાથી લોકો ઉમટી પડયા

vartmanpravah

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં અજાણ્‍યા યુવાનનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘની છઠ્ઠી વાર્ષિક સામાન્‍ય સભા સંપન્ન મહાસંઘના પ્રમુખ વિશાલભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં શ્રી માછી સમાજ હોલ, રાધે શ્‍યામ મંદિર, નારગોલ બંદરે મળેલી સભા

vartmanpravah

Leave a Comment