Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહનાં યુવાનોને ‘અગ્નિવીર’ તરીકે જોડાઈને પોતાનું અને રાષ્ટ્રનું ભવિષ્‍ય ઉજ્જવળ બનાવવા ગુલાબ રોહિતની હાકલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.25: દાનહ ભાજપ એસસી મોર્ચા (ગ્રામીણ)નાં ઉપાધ્‍યક્ષ શ્રી ગુલાબભાઈ રોહિતે દાદરા નગર હવેલીનાં યુવાનોને ‘અગ્નિવીર’ બની રાષ્ટ્રસેવા સાથે પોતાનો ભવિષ્‍ય ઉજળા બનાવાની હાકલ કરી છે. ભાજપ એસ.સી.મોર્ચાના પ્રમુખ(ગ્રામીણ) શ્રી ગુલાબ રોહિતે કહ્યું કે ભારતીય સેનાઓમાં ‘અગ્નિવીર'(જીડી), ટેક્‍નિકલ, કલાર્ક/સ્‍ટોરકીપર, ટ્રેડ્‍સમેન વગેરેમાં ભર્તી પ્રક્રિયા ચાલું છે. જેમાં સાડા સતર(17.5) થી 23 વર્ષનાં ડોમિસાઇલધારકો ધોરણ 8 થી12મું સુધી ભણેલા સ્‍થાનિક યુવાનો જરૂરી ટેકનિકલ તાલીમનાં દસ્‍તાવેજો સાથે દાનહનાં દરેક ગ્રામ પંચાયતોમાં તા.29 અગસ્‍ત તથા સેલવાસ નગરપાલિકા ક્ષેત્રે 26 અને 28 આગસ્‍ટે યોજનાર ખાસ શિબિરમાં જઈને પોતાનો આવેદનપત્ર રજૂ કરી શકે છે. ‘અગ્નિવીર’ તરીકે તમે ભારતની ત્રણેય સેનાઓમાં સેવા આપી નિવૃત્ત થયા પછી સરકારી અને ગેરસરકારી સંસ્‍થાઓમાં સારી નોકરી કરવાની તકો છે. તેથી દાનહનાં યુવાનો શિક્ષણ, બિઝનેસ, ઉદ્યોગ, કારોબાર, એડવોકેટ, કૃષિ, સ્‍પોર્ટસ સહિતનાં ક્ષેત્રે સારૂં પ્રદર્શન કરી પ્રદેશનું ગૌરવ વધારી રહ્યા છે. હવે દાનહનાં યુવાનોને ભારતીય સેનાઓમાં ‘અગ્નિવીર’ તરીકે દાદરા નગર હવેલીનો ડંકો વગાડવો જોઈએ.

Related posts

દીવમાં શિક્ષણ વિભાગ દ્વારા આર્ચરીનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહમાં સરકારી વ્‍યાજબી ભાવની દુકાનો(કંટ્રોલ)માંથી દર મહિને અનાજ નહીં ઉઠાવતા લાભાર્થીઓને પૂછાનારૂંકારણ

vartmanpravah

આખું દમણ જળમગ્નઃ અનરાધાર વરસાદ સામે વ્‍યવસ્‍થા તંત્ર લાચાર

vartmanpravah

નવસારી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’ અંતર્ગત નિબંધ સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

મોટી દમણના મગરવાડા ખાતે દૂધી માતાના મંદિરનો પટાંગણ પ.પૂ. ભરતભાઈ વ્‍યાસની શિવકથાથી શિવમય બન્‍યો: પ.પૂ. ભરતભાઈ વ્‍યાસે પંચાક્ષરી મંત્રી ‘ૐ નમઃ શિવાય’ના મંત્રનો સમજાવેલો મહિમા

vartmanpravah

Leave a Comment