Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

વાસોણાની દુકાનમાં લુંટનો પ્રયાસ કરનાર આરોપીની પોલીસે હાથ ધરેલી વધુ તપાસ: આરોપીએ દુકાનદારને એરગન દ્વારા ગભરાવવાનો કર્યો હતો પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.25: દાદરા નગર હવેલીના વાસોણા ગામે બુધવારની મોડી રાત્રે દુકાનદાર દુકાન બંધ કરી રહ્યો હતો તે સમયે એક અજાણ્‍યો યુવાન દુકાનમા ઘુસી લુંટનો પ્રયાસ કર્યો હતો અને ફરિયાદીને લાકડી અને હુહાડી વડે મારવાનો પ્રયાસ કર્યો હતો અને દુકાનદારને ગન બતાવી ગભરાવવાનો પણ પ્રયાસ કર્યો જેમાં દુકાનદારનેગંભીર ઈજાઓ પણ થઈ હતી. આ ઘટનાના આરોપીને પોલીસે ઝડપી પાડી એની પાસેથી એયરગન પણ કબ્‍જે લીધી હતી. ફરિયાદી જયંતીભાઈ બાબુલાલ કટારમલ જેઓની વાસોણા ગામે હરિઓમ ટેલિકોમ નામની દુકાનમાં અજાણ્‍યા ઈસમે ઘુસી ફરિયાદીને લાકડીસ અને ત્રિકમ વડે માર માર્યો હતો અને ગન બતાવી ગભરાવવાનો પ્રયાસ કરી પૈસા ભરેલી બેગ છીનવવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે સેલવાસ પોલીસે આઇપીસીની ધારા 394 આર/ડબ્‍લ્‍યુ ધારા 3, 25 આર્મ્‍સ એક્‍ટ 1959 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ઘટનાની પી.આઈ. શ્રી સબાસ્‍ટીયન દેવાસ્‍યા અને પી.એસ.આઈ. શ્રી નિલેશ કાટેકર તથા તેમની ટીમે ઘટના સ્‍થળની તપાસ કરી ત્‍યાંથી આરોપી દ્વારા ઉપયોગમાં લેવાયેલ લાકડી અને ત્રિકમ કબ્‍જે લીધી હતી. ફરિયાદી અને સાક્ષીઓ દ્વારા આપવામાં આવેલ વિગત અનુસાર સંદિગ્‍ધ વ્‍યક્‍તિ સુરજ છોટુ વરઠા (ઉ.વ.22) રહેવાસી ઉમરકૂઈ, ડુંગરપાડા જેને શોધી કાઢવામાં આવ્‍યો હતો અને એની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ પોતાનો ગુનો પણ કબુલ પણ કરી લીધો હતો. ફરિયાદી પાસેની ગનને પણ કબ્‍જે લઈ તપાસ કરતા એ એરગન હતી. આ આરોપી વિરુદ્ધ અગાઉ પણ વર્ષ 2021માં નોંધાયેલ આઇપીસીની કલમ 395 મુજબ ધરપકડ કરી હતી.

Related posts

મોટી દમણના દમણવાડા ગ્રામ પંચાયત ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો: ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનો 66 જેટલા દર્દીઓએ લીધેલો લાભ

vartmanpravah

વાપીમાં બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા બેઠક યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કેરીમાં ફળ કપાસી (સ્‍પોન્‍જીટીસ્‍યુ) અટકાવવા 80 ટકા પરિપક્‍વતા ફળ તોડવા અનુરોધ

vartmanpravah

દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દમણ કોર્ટ પરિસરમાં વિદ્યાર્થીઓ માટે યોજાઈ કાનૂની સાક્ષરતા શિબિર

vartmanpravah

ડુમલાવ-પરીયામાં દિપડાના ભયનો ઓથાર યથાવત : રવિવારે રાતે દિપડાએ બકરાનું મારણ કર્યું

vartmanpravah

ચીખલીના ઘેજમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’માં લાખો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

Leave a Comment