October 14, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સીડીએસ બિપિન રાવતજી અને એમની પત્‍ની મધુલિકા રાવત સહિત 11 અન્‍ય સૈન્‍ય અધિકારીઓનાથયેલા આકસ્‍મિક નિધન: દાનહ અને દમણ-દીવ ભાજપા યુવા મોરચા દ્વારા સેલવાસ ઝંડાચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10
હેલીકૉપ્‍ટર ક્રેસ દુર્ઘટનામાં દેશના ચીફ ઓફ ડીફેન્‍સ સ્‍ટાફ શ્રી બિપિન રાવતજી અને એમની પત્‍ની શ્રીમતી મધુલિકા રાવત સહિત 11 અન્‍ય સૈન્‍ય અધિકારીઓનું તમિલનાડુમાં આકસ્‍મિક નિધન થયું હતું. જેના કારણે આખો દેશ સ્‍તબ્‍ધ અને શોકાતૂર છે. સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ ભાજપ યુવા મોરચા દ્વારા ઝંડાચોક સેલવાસ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શહેરના લોકો અને વિવિધ સંસ્‍થાના સભ્‍યોએ પણ ઉપસ્‍થિત રહી બે મિનિટનું મૌન પાળી પુષ્‍પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. ‘ભારતમાતા કી જય’ના નારા સાથે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.

Related posts

વાપી-વલસાડમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી પ્રદર્શન રેલી યોજાઈ

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

બીલીમોરાની માનસિક અસ્‍થિર મહિલા વલસાડ આવી પહોંચતા સખી વન સ્‍ટોપ સેન્‍ટરે પરિવાર સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

વાપી છીરીમાં યુવતિએ ઓનલાઈન પાર્સલ મંગાવ્‍યુ અને બેંક ખાતામાંથી 99 હજાર ઉપડી ગયા

vartmanpravah

નવનિર્મિત વરકુંડ ગ્રામ પંચાયતના મકાનને નિહાળી પ્રશાસકશ્રીએ પ્રગટ કરેલી પ્રસન્નતા: પંચાયતના અંદર લાઈબ્રેરી સહિતની વ્‍યવસ્‍થાથી પણ પ્રભાવિત

vartmanpravah

વાપી દમણગંગા નદી કિનારે ગણેશ વિસર્જનમાં પર્યાવરણની જાળવણી કરવા 300 છોડનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment