October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વાપી રેલવે સ્‍ટેશનથી અયોધ્‍યા જવા માટે દમણના યાત્રીઓ સાથે આસ્‍થા સ્‍પેશિયલ ટ્રેન રવાના

દમણ-દીવ સાંસદ લાલુભાઈ પટેલ, દાનહ અનેદમણ-દીવ ભાજપ પ્રમુખ દિપેશ ટંડેલ, દમણ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રમુખ જાગૃતિબેન પટેલ સહિત અગ્રણીઓએ ટ્રેનને રવાના કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી રેલવે સ્‍ટેશનથી મંગળવારે સાંજના અયોધ્‍યા રામલલ્લાના દર્શન કરવા માટે દમણના યાત્રીઓ અયોધ્‍યા જવા માટે આસ્‍થા સ્‍પેશિયલ ટ્રેનમાં જય શ્રી રામ ના જયઘોષ સાથે યાત્રીઓને શ્રધ્‍ધાપૂર્વક વિદાય આપવામાં આવી હતી.
ગત તા.22મી જાન્‍યુઆરીએ અયોધ્‍યામાં ભગવાન શ્રી રામના નવા મંદિરનો પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના હસ્‍તે થયેલી પ્રાણ પ્રતિષ્‍ઠા બાદ ભારત ભરમાંથી અયોધ્‍યા રામલલ્લાના દર્શન કરવા લાખો શ્રધ્‍ધાળુઓ અયોધ્‍યા પહોંચી રહ્યા છે. ગઈકાલે વાપી રેલવે સ્‍ટેશનથી દમણના સેંકડો શ્રધ્‍ધાળુઓ આસ્‍થા સ્‍પેશિયલ ટ્રેનમાં અયોધ્‍યા જવા માટે રવાના થયા હતા. યાત્રાળુઓને વિદાય આપવા માટે દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલ, પ્રદેશ ભાજપા અધ્‍યક્ષ દિપેશ ટંડેલ, જી.પં. પ્રમુખ જાગૃતિબેન પટેલ, ઉપાધ્‍યક્ષ નવિનભાઈ તથા અસ્‍પી દમણીયા સહિતના ભાજપના આગેવાનો, હોદ્દેદારોએ વાપી રેલવે સ્‍ટેશન ઉપર યાત્રાળુઓનું ફૂલહારથી સન્‍માન કર્યું હતું. ડબ્‍બાની અંદર જઈને પણ યાત્રા માટે શુભેચ્‍છાઓ આપવામાં આવી હતી. પ્રભુશ્રી રામલલ્લાના જયકારા સાથે વાપી રેલવે સ્‍ટેશનથી આસ્‍થા સ્‍પેશિયલ ટ્રેન રવાના થઈહતી.

Related posts

પ્રેરણા ગ્રુપ ચીખલી દ્વારા ડાંગમાં અનાજની કીટનું વિતરણ કરાયું

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘શૈક્ષણિક ફિલ્‍ડ ટ્રીપ’નું આયોજન થયું

vartmanpravah

વરસાદે વિરામ લેતા નવરાત્રી આયોજકો અને ખેલૈયાઓનો ઉત્‍સાહ વધ્‍યો: ચીખલીમાં નવરાત્રી આયોજકોએ ગ્રાઉન્‍ડને આપ્‍યો આખરી ઓપ

vartmanpravah

વલસાડમાં જનરલ ઓબ્‍ઝર્વરની અધ્‍યક્ષતામાં ઈવીએમ મશીનનું બીજું રેન્‍ડમાઈઝેશન હાથ ધરવામાં આવ્‍યું

vartmanpravah

દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી 30મી ઓક્‍ટોબરેઃ પરિણામ 2જી નવેમ્‍બરે

vartmanpravah

ચીખલી તાલુકામાંથી પ્રસાર થનાર ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત સુરત-નાસિક-અહમદનગર હાઈવે માટે જમીન સંપાદનનું જાહેરનામું સરકાર દ્વારા રદ્‌ કરાતા ‘કહી ખુશી કહી ગમ’નો માહોલ

vartmanpravah

Leave a Comment