Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઉમરગામ તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્‍તારમાં પથરાયેલી ઓઈલ વેસ્‍ટની કાળી ચાદર

સહેલાણીઓને ધ્‍યાનમાં રાખી નારગોલ ગ્રામ પંચાયતે એમના હદ વિસ્‍તારમાંથી તાત્‍કાલિક દૂર કરવાની હાથ ધરેલી પ્રશંસનીય કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.26: ઉમરગામ તાલુકા સહિત મહારાષ્‍ટ્રના વાણગાવ થી વલસાડ સુધીનાં દરિયા કિનારે ઓઈલ વેસ્‍ટનો જથ્‍થો પથરાવવાની ઘટના વર્ષ દરમિયાન બેથી ત્રણ વાર પ્રકાશમાં આવી રહી છે. જેને ટાર બોલ તરીકે ઓળખવામાં આવે છે જે દરિયા કિનારેની રેતીમાં મિશ્રણ થતા ડામરની ગોળીઓ જેવો આકાર બની જવા પામે છે. હાલમાં ઉમરગામ તાલુકાના ઉમરગામથી નારગોલ સુધીના દરિયા કિનારે ફરી ઘટનાનું પુનરાવર્તન થવા પામ્‍યું છે. જેના કારણે દરિયો કિનારો પ્રદૂષિત અને પર્યાવરણ દ્રષ્ટિએ બિહામણો લાગે છે. ઘટનાનું પુનરાવર્તન ન થાય એના માટે સ્‍થાનિક આગેવાનો, પર્યાવરણવાદીઓ, અને પંચાયત કચેરીઓ દ્વારા ઉચ્‍ચસ્‍તરીય રજૂઆત લગાતાર કરવામાં આવે છે. દરિયાઈ જીવ સૃષ્ટિને ખતરા રૂપ સાબિત થતી આ ઘટનામાં ફરિયાદ બાદ થોડા અંશે અંકુશ આવવા પામ્‍યો હતો. પરંતુ આજરોજ ઉમરગામ અને નારગોલના દરિયા કિનારે ઓઈલ વેસ્‍ટનો જથ્‍થો ફરી તણાઈ આવ્‍યો છે. જેને તાત્‍કાલિક દૂરકરવા નારગોલ ગ્રામ પંચાયતે કમર કસી છે. નારગોલ પંચાયતના સરપંચ શ્રીમતી સ્‍વીટીબેન યતીનભાઈ ભંડારી અને એમની ટીમે કરેલી પ્રશંસનીય કામગીરીની નોંધ તાલુકા કક્ષાના અધિકારીઓ અને માછીમારો ભાઈઓ દ્વારા લેવામાં આવી છે.

Related posts

વાપી વીઆઈએમાં ગાંધી જયંતી ઉપક્રમે ત્રીદિવસીય નિઃશુલ્‍ક આયુર્વેદ શિબિરનું કરાયેલું ઉદ્દઘાટન

vartmanpravah

વાપીમાં ફરી હવા પ્રદૂષણ નિયંત્રણ બહાર: એર ક્‍વોલિટી (એક્‍યુઆઈ) 222 પહોંચ્‍યો

vartmanpravah

આયુષ્‍યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના સાથે જોડાવા માટે એક મહિનો બાકી છે

vartmanpravah

દમણમાં છેલ્લા 9 મહિનાથી બંધ રહેલી કન્‍સ્‍ટ્રક્‍શન, એન.એ. સહિતની જમીનને લગતી પરમિશનો આપવા કરાયેલો પ્રારંભ

vartmanpravah

નિરંકારી ભક્‍તો છે ઉત્‍સાહિત, ફરી એક વાર યોજાશે માનવતાનો સમાગમ : 77માં વાર્ષિક નિરંકારી સંત સમાગમની તૈયારીઓ પૂરજોશમાં

vartmanpravah

મોટી દમણના ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે યોજાયેલ દિવાળી સ્‍નેહ મિલન સમારંભમાં સંઘપ્રદેશના થયેલા ઐતિહાસિક વિકાસ પાછળ પ્રદેશના નાગરિકો, જન પ્રતિનિધિઓ તથા અધિકારીઓનો સહિયારો પ્રયાસઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment