ડિસેમ્બર મહિનામાં એક્યુઆઈનો ઊંચો તફાવત નોંધાયો છે, જે ગંભીર બાબત છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: વાપીમાં હંમેશાં જી.પી.સી.બી., વી.આઈ.એ., વી.જી.ઈ.એલ., હંમેશાં પ્રદૂષણ અટકાવવા સતત પ્રયત્નશીલ રહે છે. ડિસેમ્બર પહેલાનો મહિનાઓમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ (એક્યુઆઈ) 100 થી નીચે લાવવાની સફળતા મળી હતી. પરંતુ ડિસેમ્બર મહિનામાં વાતાવરણ પલટો આવ્યો છે. શિયાળુનું ધુમ્મસ સતત વધારે રહ્યું છે. તેથી ડિસેમ્બર મહિનામાં એક્યુઆઈ ડબ્બલ તા.25 ડિસેમ્બરે નોંધાયો હતો. જે ગંભીર બાબત છે.
સી.પી.સી.બી.એ દેશના 100 થી વધુ શહેરોમાં હવા-પાણીની ગુણવત્તા ચકાસણી મોનિટરીંગ સિસ્ટમ ડેવલપ કરી છે. જેમાં હવાનું પ્રદૂષણ માપવા માટે ખાસ ઓટોમેટીક મશીન લગાડવામાં આવ્યા છે. જ્યારે પી.પી.પી.એમ.-10 ને આદર્શ માનવામાં આવે છે. તે મુજબ વાપીમાં 24-25 ડિસેમ્બરે પી.એમ.-25 અને ઈન્ડેક્ષ 222 આવેલ હોઈ જે હવાના ખરાબ માપદંડ ગણવામાં આવે છે. ગુજરાતના અન્ય શહેરોમાં અમદાવાદ-175 એક્યુઆઈ, અંકલેશ્વર 188એક્યુઆઈ, વટવામાં 134 એક્યુઆઈ, 24-25 ડિસેમ્બરે નોંધાયેલ છે. તેની સરખામણીમાં વાપીમાં એક્યુઆઈનો વધારો સુચવે છે કે હવાનું પ્રદૂષણની માત્રા ચિંતાજનક વધી રહી છે.