August 31, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

આયુષ્‍યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના સાથે જોડાવા માટે એક મહિનો બાકી છે

28 ફેબ્રુઆરી સુધી પ્રદેશના નિવાસી પરિવાર માત્ર 3091નું પ્રીમિયર ભરી પીએમજેવાય સાથે જોડાઈ છે : ડો.વી.કે.દાસ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13
આયુષ્‍યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્‍ય યોજના ભારત સરકારની એક મહત્‍વપૂર્ણ સ્‍વાસ્‍થ્‍ય યોજના છે. જેને આખા દેશ સાથે સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવમા લાગુ કરવામા આવેલ છે.
આ યોજનામા ચાર શ્રેણીમાં લોકાની નોંધણી અને ખરાઈ કરવામા આવી રહી છે. જેમાં યોજનાની સૂચીમા સામેલ સામાજીક, આર્થિક જાતિ જનગણના 2011 અંતર્ગત આવતા ગરીબ વંચિત પરિવાર, જે પરિવારોની વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી હોય એમનું પ્રીમિયમની રકમ પ્રસાશન આપી રહ્યુ છે, જે પરિવારોની વાર્ષિક આવક 1.5 લાખથી વધુ છે એમણે પોતાનું પ્રીમિયમ સ્‍વયં ભરી આ યોજના સાથે જોડાઈ શકે છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શ્રમિક કલ્‍યાણ બોર્ડમા નોંધાયેલ ભવન અને અન્‍ય નિર્માણ શ્રમિક જેઓનું પ્રીમિયમ શ્રમિક કલ્‍યાણ બોર્ડ દ્વારા ભરવામા આવે છે.
આ સંદર્ભે વધુ જાણકારી આપતા સ્‍વાસ્‍થ્‍ય નિર્દેશક ડો.વી.કે.દાસે જણાવ્‍યું હતું કે પ્રદેશના દરેક પરિવાર આ યોજના 28 ફેબ્રુઆરી સુધી માત્ર 3091 રૂપિયાનું પ્રીમિયમ ભરી પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના સાથે જોડાઈ શકે છે. આ સાથે એમણે દરેક નાગરિકને અનુરોધ કર્યો હતો કે પ્રદેશના નાગરિક આ યોજનામા જોડાય અને પોતાના પરિવારનું આરોગ્‍ય સુનિヘતિ કરે.

Related posts

ખેરગામના તોરણવેરામાં દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન અમદાવાદ ખાતે થયેલું મોત

vartmanpravah

જનતા દળ(યુ) શાસિત દાનહ જિ.પં.ના 1પ સભ્‍યોને ભાજપમાં વિલય કરવાના પ્રસ્‍તાવને પ્રશાસને આપેલી મંજૂરી

vartmanpravah

નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા ‘યુવા મહોત્‍સવ-2022’ની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં દિવ્‍યાંગ ‘સ્‍કાઉટ ગાઈડ’ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વાપીના હાર્દ ગણાતા ચલા ખાતે એમ.ડી.સ્‍કીન ડો. ખુશ્‍બુ મોડાસિયાના સ્‍કીન ઝેન ક્‍લિનીકનો શુભારંભ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગે દિવાળી વેકેશનની કરેલી જાહેરાત

vartmanpravah

Leave a Comment