ઈશ્વર રાબડા રહે.બામણવાડા, યુવરાજ વડવી રહે.નાસિક, મોહન વરઠા પાસે 500ના દરની 5.47 લાખની ડુપ્લીકેટ નોટ મળી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: કપરાડા વિસ્તારમાં ચાલતા ડુપ્લીકેટ નોટનું મસમોટુ કૌભાંડનો વલસાડ એસ.ઓ.જી. પર્દાફાસ કરી બનાવટી નોટ, બાઈક તથા મોબાઈલ મળી કુલ 6.09 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ આરોપીઓની અટકાયત કરી છે.
પ્રાપ્ત વિગતો પોલીસ સુત્રો મુજબ કપરાડા ટ્રાયબલ એરીયામાં બનાવટી ચલણી નોટ ઘુસાડી અર્થતંત્રને નબળું પાડવામાં આવી રહ્યાની ખાનગી બાતમી એસ.ઓ.જી. પી.આઈ. સી.બી. ચૌધરી, પી.એસ.આઈ. એલ.જી. રાઠોડને મળી હતી તે અન્વયે છટકુ ગોઠવી પોલીસે ડમી પાર્ટીને નોટો મેળવવા મોકલી આપેલ ધરમપુર વાપી રોડ ઉપર આમ્રપાન ગાર્ડન પાસે ગોઠવાયેલ છટકામાં ઈશ્વર રાબડા રહે.બ્રાહ્મણવાડા, યુવરાજ વડવી રહે.નાસિક અને મોહન વરઠા રહે.આંગણ ફળીયુ કપરાડા નામના ઈસમો 500ના દરની 5.47 લાખની ડુપ્લીકેટ નોટ લઈને આવતા પોલીસે દબોચી લીધા હતા. એક બાઈક નં.એમએચ 50 એફએસ3937 તથા ત્રણ મોબાઈલ મળી પોલીસે 6.09 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય આરોપી વિરૂધ્ધ નાનાપોંઢા પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગઈ સાલ ધરમપુર ટ્રાયબલ એરીયામાં પણ ડુપ્લીકેટ નોટનું રેકેટ ઝડપાયું હતું. મુખ્ય સુત્રધાર બાલા ચૌધરી રહે.નાસિક વોન્ટેડ જાહેર કરાયો છે.