(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: નિરંકારી સંત સમાગમમાં માનવતાનું એક એવું દિવ્ય સંગમ થાય છે જ્યાં ધર્મ, જાતિ, ભાષા તથા પ્રાંત અનેઅમીરી-ગરીબી વગેરેના બંધનોથી ઉપર ઉઠીને દરેક મર્યાદિત રૂપમાં પ્રેમ અને સૌહાર્દથી સેવા, સુમિરણ અને સત્સંગ કરે છે. આ તે જ સંદેશનું અનુકરણ છે જે દરેક સંતો, પીરો અને ગુરુઓએ સમય-સમય પર આપ્યો છે.
સુરત ઝોનના ઝોનલ ઇન્ચાર્જએ કહ્યું કે, સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અસીમ કળપાથી સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ, સમલખામાં દર વર્ષની જેમ જ આ વર્ષે પણ નિરંકારી પરિવારનો 77 મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ તા.16, 17 અને 18 નવેમ્બર 2024 દરમિયાન આયોજિત કરવામાં આવી રહ્યો છે. આધ્યાત્મિકતાનો આધાર લઈ આ સમાગમ પર પ્રેમ, શાંતિ અને એકત્વનો સંદેશ આપવામાં આવે છે, જે નિઃસંદેહ માનવતાના કલ્યાણ માટે જ હોય છે. સૌ જાણે જ છે કે આ સમાગમની ભવ્યતા માત્ર ને માત્ર તેના ક્ષેત્રફળ સુધી જ રેખાંકિત નથી રહેતી, પરંતુ અહીં દેશ-વિદેશથી પધારેલા લાખો શ્રદ્ધાળુ ભક્તોના ભાવોથી ભરેલી હોય છે. ત્રણ દિવસીય સન્ત સમાગમમાં ભક્તિના અનેક પાસાઓ સાથે જ સમાગમના વિષય ‘‘વિસ્તાર – અસીમ કી ઔર” પર ગીત, વિચાર અને કવિતાઓ વગેરેના માધ્યમથી ભક્તો પોતાના શુદ્ધ ભાવ પ્રકટ કરશે. સતગુરુ માતાજી અને નિરંકારી રાજપિતાજીના પ્રવચનોનો અમૂલ્ય ઉપહાર પણ દરેકને પ્રાપ્ત થશે. વલસાડ, વાપી, ઉમરગામ, કપરાડા,દમણ-દાદરા નગર હવેલી, નવસારી, સુરત સહીત ગુજરાતથી હજારો ભક્તો સમાગમમાં ભાગીદારી કરશે, કેટલીક ટુકડીઓ તો દિવાળીની રાજાઓમાં જ સમાગમ સેવાઓમાં જોડાઈ ગઈ.
નિરંકારી સંત સમાગમના વિશાલ રૂપને પ્રભાવશાળી અને સુચારુ રૂપમાં આયોજિત કરવા માટે નિરંકારી મિશનના ભક્તો તથા સેવાદારો દેશના ખૂણે-ખૂણેથી મહિનાઓ પહેલા આવી પોતાની નિષ્કામ સેવા સમર્પિત કરતા તૈયારીઓમાં જોડાઈ જાય છે. સમાગમ સેવાઓનું આ દ્રશ્ય પોતાનામાં જ અત્યંત પ્રેરણાદાયક અને રમણીય હોય છે. આ વર્ષે પણ જોવામાં આવ્યું કે વહેલી સવારથી જ સેવાઓ ચાલુ થઇ જાય છે જ્યાં દરેક ઉંમરના નર-નારી અનેક પ્રકારની સેવાઓને નિભાવી રહ્યા છે. સેવાદારોના હાથમાં માટીના તગારા હોય છે અને જીભ પર ભક્તિભર્યા મધુર ગીતો. કયાંક જમીનને સમતલ કરવામાં આવી રહી છે તો કયાંક ટેન્ટ લગાવવામાં આવી રહ્યા છે. સેવાદળની વર્દીમાં પણ નવયુવાન ભાઈ-બહેન પોતાના અધિકારીઓના નિર્દેશાનુસાર ગ્રાઉન્ડ પર અનેક પ્રકારની સેવાઓમાં રચ્યા હોય છે. લંગર, કેન્ટીન, પ્રકાશન અને આવી અનેક સુવિધાઓ સુચારુ રૂપમાં ચાલી રહી છે, જેનું સ્વરૂપ આવનારા દિવસોમાં વિશાલ થતું જશે. જોવામાં જે સામાજિક ગતિવિધિ લાગે છે, તેનો આધાર સંપુર્ણપણે આધ્યાત્મિક છે.દરેક એક બીજામાં પરમાત્માનું રૂપ જોઈ એકબીજાને ચરણો માં ‘‘ધન નિરંકાર જી” કહી નમી રહ્યા છે. ‘‘વિદ્યા દદાતિ વિનયમ”નું આ જીવંત ઉદાહરણ દેખાય છે. દરેકના ચહેરા પર એક નુરાની આભા છે, જે તેમના મનના વિશ્વાસ અને સંતોષને પ્રકટ કરી રહી છે. સેવા કરી રહ્યા ભક્તોના હર્ષ અને આનંદની પરાકાષ્ઠા ત્યારે જોવા મળે છે. જ્યારે સેવા કરતા કરતા તેમને તેમના સતગુરુના દર્શન થઈ જાય છે. તે ક્ષણે ગુરુસિખોના હૃર્દય ઝૂમવા લાગે છે, ગાવા લાગે છે, નાચવા લાગે છે. આવા જ સ્વર્ગીય નઝારાનો શ્રદ્ધાળુઓ આખું વર્ષ રાહ જોવે છે.
સંત નિરંકારી મંડળના સચિવ તથા સમાગમના સમન્વયક શ્રી જોગીન્દર સુખીજાએ જણાવ્યું કે દરેક સંતોના રહેવા, જમવા, શૌચ, સ્વાસ્થ્ય, સુરક્ષા, આગમન-પ્રસ્થાન તથા બીજી દરેક મૂળભૂત સેવાઓની તૈયારી કરવામાં આવી રહી છે. રાજ્યના પ્રશાસન પાસેથી પણ દરેક પ્રકારનો સહયોગ મળી રહ્યો છે. અને સમાગમના આયોજનથી જોડાયેલ દરેક વૈધાનિક પાસાઓને ધ્યાનમાં રાખી દરેક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. થોડાક જ દિવસોમાં આ આધ્યાત્મિક સ્થળ એક ‘‘ભક્તિ નગર” નું રૂપ લઇ લેશે જ્યાં વિશ્વથી લખો સંત મહાત્મા સંમિલિત થશે. માનવતાના આ મહાસંગ્રામમાં દરેક ધર્મ પ્રેમી ભાઈ-બહેનનું હાર્દિક સ્વાગત છે. એમ વલસાડના સંત નિરંકારીમંડળ દ્વારા જણાવાયું છે.
—-
